નડિયાદ કોર્ટનો ચુકાદો: પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ
બે વર્ષ પહેલા નડિયાદમાં કોર્ટમાં પતિ વિરુદ્ધ મુકેલ ખાધાખોરાકીનાં કેસની મુદત પતાવીને પરત આવતી પત્નીને ઘરે પહોંચે તે પહેલા પતિએ પીછો કરી ઘર નજીક દેશી તમંચાથી ભડાકો કરી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવવામાં પતિને નડિયાદની સેશન્સ કોર્ટે કસુરવા ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના વસો માં ટેકરા ઉપર રહેતા રસિકભાઈ જેઠાભાઈ પરમારના લગ્ન જે યુવતી સાથે થયા હતા તે યુવતી સાથે મનમેળ ના મળતા તેમણે તે યુવતી ને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ તેની સાથે છૂટાછેડા લેવા માટે કોર્ટમાં કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન તેમનો સંપર્ક કઠલાલમાં રહેતા સમીત્રાબેન રમણભાઇ પરમારની પુત્રી નિમિશા સાથે થયો હતો. નીમીષાબેનના પ્રથમ લગ્ન મહુધા તાલુકાના સાસતાપુર ખાતે સને ૧૯૯૪માં થયા હતા. જેના પર ફળસ્વરૃપે ૧૯૯૭ા્માં તેના કુખે એક દીકરીનો જન્મ થયો હતો. જેનું નામ શેરલીન છે. નિમિષાને પોતાના પતિ સાથે મનમેળ ના થતા તેમણે સંન ૨૦૦૦ની સાલમાં તેણી સાથે છૂટાછેડા લઈ લીધા હતા. બીજી બાજુ રસિકભાઈ ના સંપર્કમાં નિમિશા આવતા સન ૨૦૦૦ ની સાલમાં જ આ રસિકભાઈ સાથે તેણે લગ્ન કર્યા હતા.
રસિકભાઈ અને નિમિશાનું લગ્ન જીવન સુખમય હતું. જો કે સન ૨૦૧૫માં નિમિશા ઇઝરાયેલ ગઈ હતી. અઢી વર્ષ પછી ઇન્ડિયા પરત આવી હતી. ત્યારથી તે વસોના બદલે નડિયાદ ખાતે રહેવા લાગી હતી. રસિકભાઈના અગાઉના લગ્નથી થયેલા સંતાનો રસિકભાઈના ઘરે આવતા જતા હોય નિમિષાને આ બાબત ગમતી ન હતી જેથી પતિ પત્ની વચ્ચે આ મુદ્દે ઝઘડા થતા હતા. એટલે જ તો નિમિશા નડિયાદ રહેવા ચાલી આવી હતી. આ ઉપરાંત નિમિશાના નામે કરવામાં આવેલી મિલ્કતનો મુદ્દો પણ ઝઘડાનું કારણ બન્યો હતો . મારામારીના કારણે નિમિશાએ પોતાના પતિ વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદો નોંધાવી હતી. નિમિશાએ પોતાના પતિ વિરુદ્ધ નડિયાદ કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ દાખલ કર્યો હતો. જે ગત માર્ચ ૨૦૨૩માં ચાલવા પર આવ્યો હતો અને તેની મુદત નિમિષાબેન ભરતા હતા. રસિકભાઈ પોતાની પત્ની નિમિષાને જો તું મારી વાત માની બધી મિલ્કત મારા નામે નહીં કરે અને મારી વિરૃધ્ધના કેસો પાછા નહી ખેંચે તો હું તને છોડીશ નહીં, તને જાનથી મારી નાંખીશ. જેની જાણ નિમિશાએ પોતાની માતાને કરી હતી. નિમિષાની માતાની હાજરીમાં એક વખત રસીકે નિમિશાને ગોળી મારી હત્યા કરવાની ધમકી આપી હતી. ગત તારીખ ૧૫-૩-૨૦૨૩ ના રોજ નિમિશા નડિયાદ કોર્ટમાં ચાલતા ખાધા ખોરાકીના કેસની મુદત પતાવીને પરત પોતાના ઘરે જતી હતી ત્યારે નિમિશાના ઘર આગળ આવી રસીકે નિમિષા સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો બોલી મોં ઉપર મુક્કાઓથી માર માર્યો હતો. નિમિશાની માતા છોડાવવા વચ્ચે પડી હતી. ગુસ્સામાં આવેલા રસિકભાઈએ તમંચો કાઢીને નિમિશા પણ નિશાન તાકીને ગોળી મારી હત્યા કરી નાખી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસમાં નિમિશાની માતા સુમિત્રાબેને ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી રસિકને પકડી પાડી તપાસ કર્યા બાદ ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં મૂકી હતી. આ કેસ નડિયાદ સેશન કોર્ટમાં ચાલ્યો હતો સરકારી વકીલ પી.આર.તિવારીએ દલિલો કરતાં જણાવ્યું હતુ કે, પત્નીને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જે ફરિયાદી અને સાહેદોની જુબાની તેમજ રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓ પરથી પુરવાર થાય છે. સમાજમાં જાહેરમાં આવા ગુનાઓ બનશે તો કાયદાનો ભય કોઇ વ્યક્તિમાં રહેશે નહિ. તેમજ કોઇ વ્યક્તિને ન્યાય મળશે નહિ. તેમજ સમાજમાં આવા ગુનાઓ બનતાં અટકે તેવી કાયદાની જોગવાઇ મુજબ સખત સજા કરવાની માગ કરી હતી. તેઓએ પોતાના કેસના સમર્થનમાં ૨૦ સાક્ષીઓ તપાસ્યા હતા અને ૨૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. જેને ગ્રાહ્ય રાખીને એડિશનલ સેશન્સ જજ એમ એલ. શેખ એ આરોપી રસિકભાઈ પરમારને આજીવન કેદની સજા ફટકારી હતી.