Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

વિદેશી મહિલા પાસેથી ઉછીના પૈસા લેતા પડ્યો ભારે: ચેક રીટર્ન મામલે કેદ અને દંડ

વિદેશી મહિલા પાસેથી ઉછીના પૈસા લેતા પડ્યો ભારે: ચેક રીટર્ન મામલે કેદ અને દંડ

વસોના વતની અને અમેરિકા રહેતા મહિલાએ તેમની મિલ્કતોની પાવર ઓફ એટર્ની પિતાને આપી હતી. તેઓ વસો આવે ત્યારે ડાકોરમાં રહેતા અને વસોમાં સંબંધીના ઘરે અવરજવર કરતા વ્યકિત સાથે પરિચય અને વિશ્વાસના સંબંધો બંધાયા હતા. દરમ્યાન વર્ષ ર૦૧૮માં ડાકોરના વ્યકિતએ જમીન ખરીદવા માટે ૯૦ લાખ એક વર્ષની મુદ્દત માટે ઉછીના માંગ્યા હતા. જેથી મનિષાબેને આરટીજીએસ દ્વારા નાણાં આપ્યા હતા. ત્યારબાદ મુદ્દત પૂરી થતા ઉઘરાણી કરતા ડાકોરના વ્યકિતએ ૯૦ લાખનો આપેલ ચેક અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી નોટિસ મોકલવા છતાંયે નાણાં ન ચૂકવતા વસો કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે આરોપીને ૧ વર્ષની સખ્ત કેદ અને રૂ.૧.ર૦ કરોડ દંડનો હૂકમ કર્યો હતો. દંડની રકમમાંથી ફરિયાદીને વળતર પેટે ચૂકવવા, તેમાં કસૂર બદલ વધુ ત્રણ માસની કેદનો હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં વસોના મનિષાબેન આશીષભાઇ પટેલ અમેરિકા રહે છે. તેઓની વતનની મિલ્કત તેમજ રોકાણ કરવા સહિતની પાવર ઓફ એટર્ની તેમના પિતા ભાનુભાઇ પટેલને આપેલ હતી. ભાનુભાઇ વસોમાં જે વિસ્તારમાં રહે છે ત્યાં રહેતા વ્યકિતના ઘરે ડાકોરના ચિરાગભાઇ ચંદુભાઇ પટેલની સંબંધીના નાતે અવરજવર રહેતી હતી. જેઓ સાથે ભાનુભાઇ, મનિષાબેન વગેરેને પણ પરિચય થતા વિશ્વાસના સંબંધો બંધાયા હતા. વર્ષ ર૦૧૮માં મનિષાબેન અમેરિકાથી વસો આવ્યા ત્યારે ચિરાગભાઇ પટેલે ડાકોરમાં જમીન ખરીદવા માટે એક વર્ષની મુદ્દતે ૯૦ લાખ ઉછીનાની માંગણી કરી હતી. જેમાં રૂ. પ૦ લાખ અને રૂ. ૪૦ લાખ મળીને કુલ ૯૦ લાખ મનિષાબેને ચિરાગ પટેલના ખાતામાં આરટીજીએસથી જમા કરાવ્યા હતા.

દરમ્યાન એક વર્ષ પૂર્ણ થતા ભાનુભાઇ પટેલે ડાકોર જઇને ચિરાગ પટેલ પાસે ઉછીના નાણાં પરત માંગતા હમણાં પરિસ્થિતિ નથી, થોડો સમય આપો તેમ કહયું હતું. ત્યારબાદ જાન્યુ.ર૦ર૧માં ભાનુભાઇ ડાકોર ખાતે ચિરાગ પટેલના રિસોર્ટમાં જઇને નાણાં પરતની માંગણી કરતા માતા ગુજરી ગયા છે, તમોને પૈસા વહેલી તકે મળી જશે તેવો દિલાસો આપ્યો હતો. ત્યારબાદ ચિરાગ પટેલે ૪૦ લાખ અને પ૦ લાખના બે ચેક આપ્યા હતા. જે તા. ૧ર એપ્રિલ,ર૦ર૧ના રોજ બેંકમાં રજૂ કરતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા. જેથી તા. ર૦ મે,ર૦ર૧ના રોજ નોટિસ મોકલવા છતાંયે નાણાં ચૂકવ્યાન હતા. આથી મનીષાબેને પોતાના પાવર ઓફ એટર્ની હોલ્ડર ભાનુભાઇ પટેલ મારફત તા. ર૦ એપ્રિલ,ર૦રરના રોજ વસો કોર્ટમાં ધી નેગો.ઇન્સ્ટુ.એકટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં રજૂ થયેલ લેખિત-મૌખિક દસ્તાવેજી પુરાવા, દલીલો સહિતના પાસા ધ્યાને લઇને કોર્ટે નોંધ્યંા હતું કે, આરોપીએ ફરિયાદવાળો ચેક પોતાના કાયદેસરના દેવા પેટે પોતાના ખાતામાંથી સહી કરીને ફરિયાદીને આપેલ અને સદરહુ ચેક પરત ફર્યા હતા. બાદમાં ફરિયાદીએ ડિમાન્ડ નોટિસ મોકલવા છતાંયે સમયમર્યાદામાં ચેક મુજબના નાણાં ચૂકવેલ નથી તે બાબત સાબિત થાય છે. આજરોજ ન્યાયાધીશ જીજ્ઞેશ એચ.ભટ્ટ (જયુડી. મેજી.ફ. ક.,વસો)એ ક્રિ.પ્રો.કોડની કલમ ર૫૫(ર) અન્વયે આરોપી ચિરાગ ચંદુભાઇ પટેલને નેગો.ઇન્સ્ટ´. એકટની કલમ ૧૩૮ અન્વયેના ગુનામાં તકસીરવાન ઠરાવીને એક વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૧.ર૦ કરોડનો દંડ કર્યો હતો. વધુમાં આરોપીએ ક્રિ.પ્રો.કોડની કલમ ૩પ૭(૧) અન્વયે દંડની રકમમાંથી મનીષાબેન પટેલને રૂ. ૧.ર૦ કરોડ વળતર સ્વરુપે ચૂકવવાનો, તેમાં કસૂર બદલ આરોપીને વધુ ૩ માસની કેદની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement