જીટોડિયા તળાવનું ગંદુ પાણી રસ્તે ફરી વળ્યું, 40 સોસાયટીના રહીશો પરેશાન
આણંદના જીટોડિાય તળાવની વિકાસના નામે પાણી ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે માર્ગ પર દુષિત પાણી છોડવામાં આવતાં સમગ્ર પંથકમાં પાણી ભરાઇ જતાં 40 થી વધુ સોસાયટીના રહીશો હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે. ડાઘુઓને નનામી લઇ જતી વખતે 5 કિમી ફોગટનો ફેરો ફરવાનો વખત આવી રહ્યો હોવાથી જિલ્લા કલેકટર દ્વારા સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો ટુંક સમયમાં મનપાના ભવન ગજવી દેવાની ચીમકી ઉચ્ચારી છે
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ મનપા દ્વારા તળાવ બ્યુટીફિકેશનના નામે ઘોર ખોદવાનું શરૂ કરી દીધું છે. ત્યારે તળાવમાં વર્ષો બાદ પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. જેના પગલે મોગરી થી ચાવડાપુરા ,જીટોડિયા ,આણંદ તરફ પસાર થતાં માર્ગ પર મનપા દ્વારા દુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં દુષિત પાણી ભરાઇ રહેતા રોગચાડો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.
આ અંગે સ્થાનિક વિસ્તારના રહીશ જયપ્રકાશ સહિત અન્યએ જણાવ્યું હતું કે, વર્ષોજૂના તળાવમાં પાણી ખાલી કરવાને બદલે માર્ગનું નવીનીકરણ કામગીરી હાથ ધરવી જોઇએ, કારણ કે માર્ગ પર પાણી ભરાઇ જતાં રહીશો વાહનચાલકોને અન્ય માર્ગ પર થઇને અવરજવર કરવાની ફરજ પડે છે. તંત્ર દ્વારા માર્ગ પર નવીનીકરણ સહિત દુષિત પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે