ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24નો કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં જે બાબતો સામે આવી તેના પર નજર કરીએ.કેગના રિપોર્ટમાં NFBS સ્કીમ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ ન મળ્યો હોવાનું સામે આવ્યું છે. NFBS સ્કીમમા 27801 લાભાર્થીઓ સહાયથી વંચિત રહ્યાનો કેગનો અહેવાલ છે. મામલતદાર અને સમાજ સુરક્ષા અધિકારીઓની બેદરકારીના કારણે સહાય ન મળી હોવાનું સામે આવ્યું છે..
BPL કાર્ડધારક પરિવારના મોભીના અકસ્માત મૃત્યુ બાદ વિધવા થયેલી બહેનોને સરકાર રૂ. 20 હજારની વન ટાઇમ સહાય ચૂકવે છે મામલતદાર અને સમાજ સુરક્ષા અધિકારીની બેદરકારીથી વિધવાઓને 20 હજાર રૂપિયાની સહાય ન મળી શકી હોવાનું સામે આવ્યું છે.
NSAP યોજના અંતર્ગત અનેક લાભાર્થીઓને સમયસર પેન્શન ન મળ્યું હોવાનું પણ કેગ રિપોર્ટમાં સામે આવ્યું છે..NSAP યોજનાના 3820 લાભાર્થીઓને વર્ષ 2017થી 21 દરમિયાન 1થી 38 મહિના સુધી પેન્શન મળ્યું નહોતું. 1072 લાભાર્થીઓના મૃત્યુ અથવા BPLથી ઉપર આવ્યાની ચકાસણી ન થતા સહાય ચૂકવાતી રહી હતી.. અને 170 લાભાર્થીઓની ઓળખ થઈ ચૂકી હોવા છતાં પણ સહાય ચૂકવાતી રહી હોવાનું કેગ રિપોર્ટમાં સામે આવ્યું છે.
કેગના અહેવાલ અનુસાર, રાજ્ય સરકારે વર્ષ 2023-24માં બજારમાંથી 30,500 કરોડની લોન લીધી હતી. વર્ષ દરમિયાન જાહેર દેવામાં 14 હજાર 281 કરોડનો વધારો થયો હતો. કુલ દેવા અને અન્ય જવાબદારી પહોંચી 24 હજાર 534 કરોડ પર પહોંચી ગઇ હતી. જાહેર દેવા સામે વ્યાજ ખર્ચની રકમ 24,473 કરોડ રૂપિયા થઈ હતી. વર્ષ 2023-24માં ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા થયું હતું. ગુજરાતના દેવાની વ્યાજની ચૂકવણી 10.99 ટકા થઈ હતી. GSTના કારણે રાજ્યને આવકના નુકસાન સામે 10 હજાર 693 કરોડનું વળતર મળ્યું હતું. કેન્દ્રની લોન પેટે 22 હજાર 261 કરોડની રકમનો રાજ્ય સરકારે અસ્વીકાર કર્યો હતો. રાજ્ય સરકારનો કુલ મૂડી ખર્ચ 4.35 લાખ કરોડ પર પહોંચ્યો હતો. કેગના રિપોર્ટમાં સરકારના જાહેર દેવા અને લોનના આંકડા બહાર આવ્યા હતા.