ગુજરાતમાં 64 વર્ષ પછી કોંગ્રેસનું ઐતિહાસિક અધિવેશન, 8મી એપ્રિલથી શરૂ
ભાજપની રાજકીય લેબોરેટરી ગણાતા ગુજરાતમાં કોંગ્રેસ 8મી એપ્રિલથી 2 દિવસ સુધી અધિવેશન યોજવાની છે. ગુજરાતની ધરતી પર 64 વર્ષ પછી આ ઐતિહાસિક અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. અમદાવાદમાં સાબરમતીના તટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત 3 હજાર નેતાઓ એકઠા થઇને કોંગ્રેસને ફરીથી બેઠી કરવાની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાના છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાની આપેલી ચેલેન્જ બાદ યોજાઇ રહેલું આ અધિવેશન કોંગ્રેસ માટે આશાનું અધિવેશન બની રહેશે તે નક્કી વાત છે.
જેમાં તમને કોંગ્રેસના ભવ્ય ભૂતકાળથી લઇને વેરાન વર્તમાન અને ભાવિ રણનીતિનું એનાલિસિસ, ગુજરાતમાં યોજાયેલાં અધિવેશનોની રસપ્રદ માહિતી, કોંગ્રેસના નેતાઓના ઇન્ટરવ્યૂ, રાજકીય વિશ્લેષકોના અભિપ્રાય સહિતની ભરચક વિગતો જાણવા મળશે.