Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ: જાણીએ આણંદ જિલ્લાનું આરોગ્ય તંત્ર

Advertisement

આણંદ જિલ્લામાં ૨૨૩ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત જેમાં વિવિધ સારવાર ઉપલબ્ધ

World Health Day વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને પોતાના સ્વસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે, પરંતુ બીજી બાજુ લોકોની ફાસ્ટ બનતી જતી જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે. ત્યારે સોમવારે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે અર્બન ગુજરાત દ્વારા આણંદ જિલ્લાના સીડીએચઓ સાથે ખાસ ઇન્ટરવ્યૂ  કરવામાં આવ્યું  હતું. જેમાં આણંદ જિલ્લા આરોગ્ય તંત્રની કામગીરી તથા સરકારની યોજનાઓ વિશે જણાવ્યું હતું. 

આણંદ જિલ્લામાં ૨૨૩ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત જેમાં વિવિધ સારવાર ઉપલબ્ધ 

આણંદ આરોગ્ય શાખાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર પિયુષ પટેલ દ્વારા જણાવાયુ હતું કે આણંદ જિલ્લામાં ૮ તાલુકાઓમાં ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૦૮ શહેરી આરોગ્ય કેન્દ્ર, ૧૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એક ડીસ્ટ્રીક હોસ્પિટલ, એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ૨૨૩ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે, જેમાં માતૃબાળ કલ્યાણ, કુટુંબ કલ્યાણ, આયુષ્માન ભારત, રસીકરણ, ડાયાલિસિસ સેન્ટર, વિવિધ ચેપી રોગો તથા બિનચેપી રોગોની સેવાઓ ઉપલબ્ધ છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતા કુટુંબોને આરોગ્ય લક્ષી સેવાઓ વિનામુલ્ય મળી રહે તે માટે આયુષ્માન ભારત યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરાયેલી કામગીરી:-

– આણંદ જીલ્લામાં ૩૫૩૩૪ (૮૧%) સગર્ભા બેહેનોની નોંધણી કરી તમામ સગર્ભા બહેનોની સંસ્થાકીય ડિલેવરી કરવામાં આવી અને ૩૩૬૦૭ બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું

– બિન ચેપીરોગોની અંદાજિત ૧૦ લાખ લોકોનીતપાસ કરી અંદાજિત ૬૦ હજારથી વધુ લોકોને (ડાયાબિટીસ,બીપી,અનેકેન્સર)સારવાર ઉપર મૂકવામાં આવ્યા.

– ૯ લાખ આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા અને ૭૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝનના અંદાજિત ૬૭૦૦૦ કાર્ડ કાઢવામાં આવ્યા.

– જિલ્લામાં રાષ્ટ્રીયબાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ૩૬ મોબાઈલ હેલ્થ ટીમ કાર્યરત છે જેના મારફતે સમગ્ર જિલ્લામાં આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.

– નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દર્દીઓને દર મહિને રૂપિયા ૧૦૦૦/- ની સહાય સારવાર ચાલુ હોય ત્યાં સુધી અંદાજિત વર્ષ૨૦૨૪-૨૫માં ૧,૮૬,૮૩૦૦૦ ચૂકવવામાં આવેલ છે. અને ૩૨૫ નિક્ષયમિત્ર દ્વારા ૪૨૯૬ ટીબી દર્દીઓને ન્યુટ્રિશનકીટ આપવામાં આવી.

– જનની સુરક્ષા યોજના હેઠળ ગરીબી રેખા હેઠળના બીપીએલ કાર્ડ ધરાવતા કુટુંબની સગર્ભા બહેનો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કુટુંબની સગર્ભા બહેનોને આ લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને રૂપિયા ૭૦૦/- ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં રૂપિયા ૬૦૦/- પોષણયુક્ત ખોરાક માટે સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનાના સમયગાળામાં ચૂકવવામાં આવે છે. આમ આણંદ જિલ્લામાં નગરજનોને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સુવિધા આપવા માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર કામ કામગીરી કરી રહ્યું છે.

– જનની શીશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ૨૩.૪૮ /- લાખ રૂપિયાનો લાભ આપવામાં આવેલ છે.

– પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત ૧૧૪૪૩ સગર્ભા માતાઓને દર માસની ૯મી અને ૨૪મી તારીખે તબીબી તપાસ અને ક્લિનિકલી સારવાર આપવામાં આવે છે.

– નમોશ્રી યોજના અંતર્ગત ૨૨૦૦૪ સગર્ભા બેનોને ૫,૪૬/- કરોડ અંદાજીત રૂપિયાનો લાભ આપવામાં આવેલ છે.

– પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અન્વયે ૧૫૮૨૫ સગર્ભા બેહનોને લાભ આપવામાં આવેલ છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement