બોરસદ શહેરમાં સરકારી લાભો મેળવવાના પ્રયાસમાં બનાવટી એલસી દાખલ કરનારા શખ્સની ધરપકડ
બોરસદ શહેરની મામલતદાર કચેરીમાં પ્રાથમિક શાળા બ્રાન્ચ-૨ના બનાવટી એલસી રજુ કરીને સરકારી લાભો મેળવવાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા એક શખ્સની આજે બોરસદ શહેર પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઈમામસાહેબ સુભાનસાહેબ શેખે સમા શેખનો આવકનો દાખલો મેળવવા તેમજ સાજીદ બદરોદ્દીન મલેકે નાજનીનનો ઓબીસીનો દાખલો મેળવવા માટે પ્રાથમિક શાળા બ્રાન્ચ-૨ના એલસી રજુ કર્યા હતા. જેની ખાતરી તપાસ કરતા સ્કુલ દ્વારા આવા કોઈ એલસી આપવામાં નહીં આપવામાં આવ્યા હોવાનું ખુલવા પામ્યું હતુ.
જેથી આ અંગે શાળાના આચાર્ય જીગરભાઈ મેકવાને બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસ ઈમામસાહેબ, સાજીદમીંયા અને તેમની સાથે મામલતદાર કચેરીએ ગયેલા આરીફ સૈયદ વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી. દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે, આરીફ સૈયદ તેના ઘરે છુપાયો છે જેથી પોલીસે છાપો મારીને તેને ઝડપી પાડ્યો હતો અને આ બનાવટી એલસી ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા, બીજુ કોણ-કોણ સ્ ાંડોવાયું છે જેવી બાબતોની તપાસ હાથ ઘરી છે.