બોરસદ-ધર્મજ હાઇવે પર રીક્ષામાં છુપાવેલો ગાંજો પોલીસના જાળમાં: ત્રણ તસ્કરો ઝડપાયા
બોરસદ-ધર્મજ હાઇવે પરથી તારાપુર તરફ સીએનજી રિક્ષામાં બે લાખ ઉપરાંતનો ગેરકાયદે ગાંજાનો જથ્થો લઇને જઇ રહેલ મહિલાઓ સહિત સુરેન્દ્રનગરના ૩ વ્યકિતઓને આણંદ એસઓજી પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે સીએનજી રિક્ષા નં. જીજે ૩૮ ડબલ્યુ ૭૯૮૬માંથી ર૦.૧૮ કિલો માદક ગાંજો, કિંમત રૂ.ર.૦૧ લાખનો જથ્થો ઝડપ્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં સુરેન્દ્રનગરના મફતીયાપુરા વિસ્તારના નિર્મળનગરમાં રહેતા નીલુબેન અબ્દુલભાઇ સૈયદ કાદરી અને નિરુબેન બળદેવભાઇ સોલંકી તેમજ રીક્ષાચાલક વનરાજસિંહ ચતુરભાઇ તલસાણીયાનો સમાવેશ થાય છે. પોલીસે રિક્ષાની તલાસી લેતા સીટના પાછળના ભાગે સંતાડવામાં આવેલા કોથળામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, ત્રણ મોબાઇલ, રોકડા ૪૪,૩૦૦ અને રિક્ષા મળીને કુલ ૩.૦૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા ત્રણેય આરોપી વિરુદ્વ નાર્કોટટિકસ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ ૮(સી), ર૦(બી)(ાા)(સી), ર૯ હેઠળ ગૂનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.