આણંદમાં ઘીના નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર, બે એકમો સામે દંડની કાર્યવાહી
આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ખાદ્ય ચીજવસ્તુઓના એકમોમાંથી ઘીના નમૂના એકત્ર કર્યા હતા. આ નમૂના તપાસમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈએ બે એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે.
આંકલાવના દિવ્ય પુજા વસ્તુ ભંડારના સંચાલક રાણા હિરેનકુમાર રાજેશભાઈને રૂ. ૨૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદની સાર્થક ફૂડ પ્રોડક્ટસના સંચાલક બારોટ અંકિત હસમુખભાઈને રૂ. ૨ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
દંડના હુકમથી નારાજ પક્ષકારો ૩૦ દિવસની અંદર ફૂડ સેફટી એપલેન્ટ ટ્રીબ્યુનલમાં અપીલ કરી શકે છે. ટ્રીબ્યુનલ ગાંધીનગર ખાતે ડૉ. જીવરાજ મહેતા ભવનના બ્લોક નં.-૮ના બીજા માળે સ્થિત છે.
અન્ય સમાચારો પ