ફૂડ લાયસન્સ વિના ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ, ફૂડ વિભાગે કવાયત હાથ ધરી
આણંદ જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો અને લારીઓવાળા દ્વારા ફૂડ વિભાગ પાસે થી લાયસન્સ મેળવ્યા સિવાય ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે. તેમજ મોટાભાગના વેપારીઓ હલકી ગુણવતાનો ચીજવસ્તુઓ વાપરતાં હોવાથી માનવ સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થઇ રહ્યાં છે. જેને લઇને ફૂટ વિભાગે કવાયત હાથ ધરી હતી.
આ એકમોમાં શાદાબઅલી ઈલ્યાસ શેખ, સાફિર ફૂડ ઈન્ડિયા પ્રા.લિને રૂ.10 હજાર, મહેશકુમાર મેનન, સાફિર ફૂડ ઈન્ડિયા પ્રા.લિને રૂ.50 હજાર, સાફિર ફૂડ ઈન્ડિયા પ્રા.લિ,આણંદને રૂ.40 હજાર, ધ્રુવ જગદિશભાઈ પટેલને,મે.ફાર્મ ફ્રેશ,ઉમરેઠને રૂ.50 હજાર, વિશાલ મોહન હિંદુજા, આંકલાવને રૂ.50 હજાર, મે.શિવ આશિષ મશરૂમ ફાર્મ,આંકલાવને રૂ.1 લાખ એમ કુલ 6 એકમોના મશરૂમના નમૂનાઓ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે મીસ બ્રાન્ડેડ જાહેર કરીને દંડ કરવામાં આવ્યો છે.