બોરસદમાં સ્પર્શ ફાઉન્ડેશનનું નવતર પહેલ: પ૧ દિકરીઓ માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન
વર્તમાન મોંઘવારીના સમયમાં નાનો સરખો પ્રસંગ પણ પાર પાડવો એ મધ્યમ-ગરીબ વર્ગ માટે આર્થિક રીતે સંકડામણ સમાન બની રહે છે. ચરોતરમાં અનેક સંસ્થાઓ દ્વારા સમૂહ લગjોત્સવના આયોજન કરીને ગરીબ-મધ્યમવર્ગીય પરિવારજનોને પણ તેમના ઘરના પ્રસંગને ખુશી-આનંદની ઉજવણી કરવાની દૃષ્ટાંતરૂપ કેડી કંડારતા હોય છે.
બોરસદના સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગjોત્સવમાં નવતર ચીલો ચાતરવામાં આવ્યો છે. આગામી ર૦ એપ્રિલ,ર૦રપને રવિવારે બોરસદના જે.ડી.પટેલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સર્વ સમાજની પ૧ દિકરીઓના સમૂહ લગjોત્સવનું આયોજન કરાયું છે. જેમાં નોંધારી, એકલ માતાપિતા કે ગરીબ વર્ગની દિકરીઓ અને દિકરાઓના રૂ. ૧ લઇને સમૂહ લગj કરાવવામાં આવનાર છે. ફાઉન્ડેશનના સ્થાપક સહિત ૧૬૦થી વધુ સદસ્યો અભ્યાસ, નોકરી, વ્યવસાય સહિતના ક્ષેત્રે સંકળાયેલા છે. પરંતુ સમાજસેવી કામગીરી માટે સમય ફાળવીને શકય તેટલા પ્રયાસ કરીને મદદરૂપ બની રહ્યા છે.
ફાઉન્ડેશના સ્થાપક નયનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પ૧ દિકરીઓમાં ૯૮ ટકા આણંદ જિલ્લાની અને વડોદરા,ભરૂચની ર ટકા જેટલી છે. તેમાંયે ર૬ દિકરીઓને માતા-પિતા નથી, ૧૮ને માતા કે પિતા નથી જયારે અન્ય ગરીબ વર્ગની સર્વ સમાજની દિકરીઓ રવિવારે પ્રભુતામાં પગલાં માંડશે. આ લગjોત્સવમાં કન્યા અને વર પક્ષ પાસેથી રૂ. ૧ લગj પેટે લેવામાં આવશે. સમગ્ર આયોજનમાં અંદાજે ર૦ લાખ ઉપરાંતનો ખર્ચ થનાર છે. જેમાં દાતાઓનો સહયોગ સાંપડયો છે. સમૂહ લગjોત્સવમાં તમામ પ૧ દિકરીઓને ઘરવખરીની પ૧ ચીજવસ્તુઓ કરિયાવર પેટે ફાઉન્ડેશન તરફથી આપવામાં આવનાર છે. આ ઉપરાંત દાતાઓ તરફથી પણ દંપતિને જાતે જ દાન આપવામાં આવશે. સ્પર્શ ફાઉન્ડેશનના સમૂહ લગjના આવકારદાયક પગલાંને સૌ જ્ઞાતિ અગ્રણીઓએ આવકાર્યુ છે અને પ્રસંગને સફળ બનાવવા ફાઉન્ડેશનના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
પ્રથમ સમૂહ લગjોત્સવમાં ૧૧ દિકરીઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા : દર શનિવારે બપોરે સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા બોરસદમાં ત્રણ સ્થળે રૂ.૧માં ભરપેટ ભોજન સેવા
સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા ચારેક વર્ષ અગાઉ આયોજીત પ્રથમ સમૂહ લગjોત્સવમાં ૧૧ દિકરીઓએ પ્રભુતામાં પગલાં માડયા હતા. ત્યારબાદ બીજામાં ર૧ અને ત્રીજા સમૂહ લગjોત્સવમાં ૩૩ દિકરીઓના લગj થયા હતા. તા. ર૦ એપ્રિલે ચતુર્થ સમૂહ લગjોત્સવમાં પ૧ દિકરીઓના લગj કરાશે. વિવિધ સમાજસેવી પ્રવૃતિઓની સાથોસાથ ફાઉન્ડેશન દ્વારા દર શનિવારે બપોરે બોરસદમાં હનુમાનજી મંદિર, ઝૂંપડપટ્ટી અને સૂર્ય મંદિર ખાતે રૂ. ૧માં ભરપેટ ભોજન સેવા કરવામાં આવી રહી છે.