ઉનાળામાં પાણી માટે તરસતાં ગામો : ૫૦થી વધુ હેન્ડપંપ બંધ હાલતમાં
આણંદ જિલ્લાના તારાપુર , ખંભાત, બોરસદ સહિત સોજિત્રા તાલુકાના કેટલાંક છેવાડા ગામો આવેલા પરા વિસ્તારમાં જયાં પીવાના પાણીની સુવિધા માટે વોટર વર્કસ કે બોરકુવાની સુવિધા ઉપલબ્ધ નથી તેવા વિસ્તારમાં લોકોને પીવાનું પાણીની મળી રહે તે માટે સરકારની વિવિધયોજના હેઠળ હેન્ડપંપની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.હેન્ડપંપની પાઇપો 20 થી 25 ફૂટ સુધી નાંખેલી હોય છે.જ્યારે કેટલાંક વિસ્તારમાં પાણી લેવલ 50 ફૂટથી નીચે જતું રહે છે. જેના કારણે હેન્ડ પંપ શોભાના ગાઠિયા સમાન બની જાય છે. જો કે પાણી પુરવઠા દ્વારા ઉનાળાની શરૂઆત પહેલા 100થી વધુ બંધ હેન્ડપંપોનું સમારકામ કરીને ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે
હેન્ડપંપ બગડતા નથી પણ ઉનાળામાં પાણીના સત્તર નીચા ચાલી જતાં પાઇપો માત્ર 30 ફૂટ નાંખી હોવાથી ઠપ્પ થઇ જતા હોવાની ફરિયાદ ગ્રામ્ય વિસ્તારમાં ઉઠવા પામી છે. આણંદ જિલ્લામાં છેલ્લાં ત્રણ માસમાં હેન્ડપંપ બંધ થવાની અને સમારકામ કરી ચાલુ કરવાની પાણી પુરવઠા વિભાગમાં 100 ફરીયાદો મળી હતી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. પરંતુ ગરમીનું પ્રમાણ વધતાં હેન્ડ બંધ થવાની ફરિયાદો વધી રહી છે. ખંભાત અને તારાપુર વિસ્તારમાં 50 થી વધુ હેન્ડ પંપ બંધ થઇ ગયા છે. જેને લઇને પરા વિસ્તારમાં પીવાના પાણી સમસ્યા સર્જાય તેવી સંભાવના છે. જે અંગે તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે