આણંદ મનપા ફરી મોખરે: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૧૨૦ અને ૬૦ અરજીને લીલી ઝંડી
શહેરી વિસ્તારમાં વિસ્તરણના કારણે આવાસોની માંગમાં વધારો થતા પ વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા સર્વ ેઘરવિહોણાઓને પોષણક્ષમ ભાવે સુવિધાયુકત આવાસો મળી રહે, સ્થળાંતરિત લોકોને સસ્તા ભાડાનું આવાસ ઉપલબ્ધ થાય તે માટે સપ્ટે.ર૦ર૪થી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ર.૦ની માર્ગદર્શિકા પ્રસિદ્વ કરવામાં આવી હતી. અગાઉની યોજનામાં ફેરફાર સાથે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના ર.૦ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં આણંદ મનપામાં સમાવિષ્ટ વિસ્તારોના નિયમોનુસારના લાભાર્થીઓ લાભ મેળવી શકશે. લાભાર્થીએ આવાસ યોજના અંગેની જાણકારી તેમજ ફોર્મ ભરવા માટે મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગનો સંપર્ક કરી ફોર્મ ભરીને જરુરી પુરાવા-વિગતો સાથે પરત આપવાનું રહેશે. એન્જિનીયર સહિતની ટીમ દ્વારા લાભાર્થીએ દર્શાવેલ પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ, જર્જરિત ઘરની ચકાસણી હાથ ધરીને યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય સાથેની દરખાસ્ત તૈયાર કરાશે. જે સરકારમાંથી મંજૂર થઇને આવ્યા બાદ લાભાર્થીને તબકકાવાર સહાયની ચૂકવણી કરવામાં આવશે.
આણંદ મનપામાં આ યોજના હેઠળ અત્યાર સુધી રાજયમાં સૌથી વધુ ૧ર૦ અરજીઓ પ્રાપ્ત થઇ છે. જેમાંથી રાજયમાં સૌથી વધુ ૬૦ અરજીઓ પણ આણંદ મનપાની મંજૂર થઇ છે. લાભાર્થીઓમાં ૪પ જનરલ, ૮ ઓબીસી, ૬ એસસી અને ૧ એસટી અરજદારનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉની પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) (ર૦૧૬થી ર૦ર૪)માં આણંદ નગરપાલિકાના સંબંધિત વિભાગે સમયમર્યાદા અગાઉ યોજના પૂરી કરવા સાથે રાજયમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ યોજનામાં બેનીફીશીયરી લેન્ડ કન્સ્ટ્રકશનના ૪૬૧ અને ક્રેડીડ લીન્કડ સબસીડી સ્કીમના ૧૩૦૦થી વધુ લાભાર્થીઓને યોજના અંતર્ગત આશરે ર.૬૭ કરોડ લોન-સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.