ઉનાળુ પાકનું આગમન: ખંભાત અને તારાપુરમાં ડાંગરની ધૂમ
ખંભાત અને તારાપુર ઉત્પન્ન બજાર સમિતિમાં ઉનાળુ ડાંગરનો ભાવ પણ ૨૫૦ થી લઈને ૪૫૧ સુધીનો પડ્યો છે જ્યારે ઘઉંની ધૂમ આવક થઈ રહી છે. જેને લઈને બંને બજાર સમિતિ ખેડૂતો અને વાહનોથી ધમધમવા લાગી છે.
ડાંગર અને ઘઉંની ખરીદી તથા વેચાણ માટે ખંભાત અને તારાપુર બજાર સમિીત જાણીતી છે. અમદાવાદ, વડોદરા અને સુરત સુધીના વેપારીઓ આ બજાર સમિતિમાં ખેતીપાકોની ખરીદી કરવા ઉમટી પડતા હોય છે. ખંભાત-તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વર્ષમાં બે વાર ડાંગરની ખરીદી અને વેચાણ થાય છે. દિવાળી પછી ચોમાસુ ડાંગરની અને ચેત્ર માસમાં ઉનાળુ ડાંગરની આવક શરૂ થઈ જાય છે. જ્યારે હોળી પછી ઘઉંની આવક મોટા પાયે શરૂ થતી હોઈ અમદાવાદ, વડોદરાના વેપારીઓ ડાંગર અને ઘઉંની ખરીદી કરવા માટે બજાર સમિતિમાં ઉમટી પડતા હોય છે.
હાલમાં બંને બજાર સમિતિમાં ઘઉં અને ઉનાળુ બાજરી અને ડાંગરની લે-વેચ થઈ રહી છે. હરાજીમાં ઉનાળુ બાજરીનો ભાવ મણના રૂપિયા ૩૪૫ થી ૫૨૫, ડાંગરનો મણનો ભાવ ૨૫૦ થી ૪૫૧ તથા ઘઉંનો એક મણનો ભાવ ૪૭૦ થી ૫૯૧નો આજે ખુલતા દિવસે પડ્યો હતો. જ્યારે ચોમાસુ ડાંગરનો ભાવ પ્રતિ મણનો ૩૩૦ થી ૬૩૪ સુધીનો પડ્યો છે. ઉનાળુ ડાંગરમાં ગુજરાત -૧૩નો ભાવ સૌથી નીચો જ્યારે શ્રી રામ ડાંગરનો ભાવ સોથી ઊંચો રહ્યો હતો. હાલમાં ઉનાળ બાજરી, ઉનાળુ ડાંગર અને ઘઉંની બજાર સમિતિમંા લે-વેચ થઈ રહી હોઈ બજાર સમિતિ ધમધમી રહી છે.
ખંભાત બજાર સમિતિમાં ખેતી પાકોની આજની આવક (ગુણમાં)
ડાંગર -૩૮૦૦ ગુણ, બાજરી- ૧૫ ગુણ, ઘઉં ટુકડી- ૨૨૦૦ ગુણ, ઘઉં ૩/૧૩ -૭૦ ગુણ
ખંભાત બજાર સમિતિના આજના ભાવ
ઉનાળુ ડાંગર, ડાંગર-૧૩ -૨૫૦ થી ૩૭૦, લ-મી -૩૩૦ થી ૪૨૧, શ્રી રામ -૩૫૦ થી ૪૫૧, ચોમાસુ ડાંગર, ગુજરાત-૧૩, ૩૩૦ – ૪૫૦, મોતી, ૩૩૦ – ૪૦૭, ગુજરાત-૧૭, ૩૩૦-૪૧૪ શ્રી રામ ૪૦૦-૬૩૪ ઉનાળુ બાજરી ૩૪૫-૫૨૫ ઘઉં ૪૭૦-૫૯૧