વર્ષો પછી દરિયું પહોંચ્યું ખંભાત કિનારે, અખાત્રીજ પર્વે લોકોમાં ઉત્સાહ
ખંભાતના દરિયા કિનારે અખાત્રીજના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આણંદ જિલ્લાના ખંભાતનો દરિયો ઘણા વર્ષોથી કિનારાથી દૂર હતો. થોડા સમય પહેલા દરિયામાં ભેખડો ખસી જવાના કારણે પાણી કિનારા તરફ આવી ગયા હતા.

હાલમાં, જ્યારે પણ ભરતી આવે છે ત્યારે દરિયાનું પાણી કિનારા સુધી પહોંચે છે. આ દૃશ્ય જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો એકત્રિત થાય છે. અખાત્રીજના દિવસે પણ શહેરીજનોએ મોટી સંખ્યામાં દરિયાની ભરતીનો નજારો માણ્યો હતો.

બુદ્ધિજીવી નાગરિકોના મતે, જો દરિયાની ભરતીનો પ્રવાહ નિયમિત રીતે જળવાઈ રહે તો આવનારા સમયમાં ખંભાતનો વિકાસ થઈ શકે છે.