પેટલાદમાં વીજચોરીનો પર્દાફાશ: મીટરની આગળથી ડાયરેક્ટ કનેક્શન લેનાર શખ્સનું વીજ જોડાણ કપાયું
પેટલાદ શહેરમાં વીજચોરી કરનાર વ્યક્તિ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. ગુજરાત પોલીસ વડાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની સૂચના આપી છે. પેટલાદ ટાઉન પોલીસે MGVCL સબ ડિવિઝનના અધિકારીઓ સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ખતીફવાડા, કલાલ પીપળ વિસ્તારમાં રહેતા ફરાઉદ્દીન જાકીરઉદ્દીન શેખના ઘરે તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફરાઉદ્દીને પોતાના રહેણાંક મકાનમાં મીટરની આગળથી ડાયરેક્ટ કનેક્શન લઈને વીજચોરી કરી રહ્યા હતા. આ મામલે પોલીસે તાત્કાલિક MGVCL સબ ડિવિઝન પેટલાદના અધિકારીઓ મારફતે તેમનું વીજ જોડાણ કાપી નાખ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.