જન-જનનું રાખો ધ્યાન,ટીબી મુક્ત અભિયાન:૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસ - ૨૦૨૫
૨૪ માર્ચ ૧૮૮૨ના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી ૨૪ માર્ચના દિવસે વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે.
જિલ્લા ક્ષય અધિકારી ડૉ.દીપક પરમારના અધ્યક્ષ સ્થાને તા.૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિન અંતર્ગત પેટલાદ તાલુકાના ધર્મજ ખાતે આવેલ સી.જે. ફીજીવાલા કોલેજ ખાતે વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી ઈપ્કોવાળા ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગના સહયોગથી કરવામાં આવી હતી.
નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ટીબી વિશેની માહિતી આપતા રોલ પ્લે દ્વારા ટીબીના દર્દીઓ સાથે સંપર્કમાં આવનાર, ધુમ્રપાન કરનાર વ્યક્તિ ડાયાબીટીસ ના દર્દી, ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમરના વ્યક્તિઓ, કુપોષિત આ તમામ વ્યક્તિઓએ ટીબીના લક્ષણો “બે અઠવાડિયા કે વધુ સમય સુધીની ઉધરસ, તાવ, ભુખ ન લાગવી, વજનમાં ઘટાડો થવો, રાત્રે પરસેવો થવો, ગળફામાં લોહી આવવું, છાતીમાં દુખાવો થવો શરીરમાં નબળાઈ કે થાક લાગવો” જો આવા લક્ષણો જણાયતો નજીકના સરકારી દવાખાને કે આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વિશ્વ ક્ષય દિન ઉજવણીમાં જિલ્લા ક્ષય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડૉ મનોજ માને, સી.જે. ફીજીવાળા, ધર્મજના ટ્રસ્ટીઓ અને ઈપ્કોવાળા ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

