આણંદ મહાનગરપાલિકાના નગરજનોએ જાહેર રજાના દિવસોમાં રૂ. ૧૩.૮૦ લાખનો મિલકત વેરો જમા કરાવ્યો
આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને તેમના ભરવા પાત્ર બાકી મિલકત વેરો ભરવા માટે તા. ૩૧ માર્ચ સુધી રજાના દિવસોએ પણ ટેક્સ વિભાગની કચેરી ચાલુ રાખવામાં આવી છે. આ અંતર્ગત, ચોથો શનિવાર તા. ૨૨ અને રવિવાર તા. ૨૩ માર્ચની જાહેર રજાના દિવસે નગરજનોએ પોતાનો બાકી મિલકત વેરો જમા કરાવ્યો હતો. માત્ર બે દિવસમાં જ રૂપિયા ૧૩.૮૦ લાખની આવક થઈ છે, જે નોંધપાત્ર છે.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનો દ્વારા રજાના દિવસોમાં પણ મિલકત વેરો જમા કરાવવાનો પ્રેરણાદાયક પ્રયાસ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવે છે કે આગામી રવિવાર, તા. ૩૦ માર્ચ અને સોમવાર, તા. ૩૧ માર્ચે રમજાન ઈદની જાહેર રજાના દિવસો હોવા છતાં, ટેક્સ વિભાગની ઓફિસ સવારે ૧૧:૦૦ કલાકથી બપોરે ૪:૦૦ કલાક સુધી ચાલુ રહેશે. નગરજનોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ સવલતનો લાભ લે અને તેમના બાકી રહેલા મિલકત વેરો સમયસર જમા કરે.
