સ્માર્ટ મીટર વિવાદને લઈને રહીશોનો હોબાળો, જીઇબી અધિકારીઓને બહાર જવા ન દીધા
આણંદ શહેરમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં અનિયમિતતા અને ગેરસમજને લઈને રહીશો રોષે ભરાયા છે. ગણેશ ચોકડીના કેવલ એપાર્ટમેન્ટમાં રહેતા રહીશોએ સોમવારે જીઇબીના અધિકારીઓ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. તેઓનો આક્ષેપ છે કે મીટર બદલાયા બાદ બિલ અસાધારણ રીતે વધી ગયું છે, અને તેમાં કેટલો યુનિટના કેટલા રૂપિયા લાગે છે તેની કોઈ સ્પષ્ટતા જ નથી.
રહીશોનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટર લગાવી દેવાયા બાદ ન તો અધિકારીઓને અને ન તો પ્રાઈવેટ કંપનીઓને ખબર છે કે એક યુનિટનો ભાવ શું છે. સામાન્ય મીટર કરતાં સ્માર્ટ મીટરમાં વધુ યુનિટ ગણાય છે, જેથી બિલમાં વધારો થયો છે.
“મારે આ વીજ કંપની નથી જોઈતી, મારે આ મીટર કાઢી જાવ. તમે લોકોના ત્રાસથી હું આપઘાત કરીશ!”
જ્યારે રહીશોએ અધિકારીઓને જવાબ માંગ્યો ત્યારે તેઓ કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી. જો કે, આ હંગામો એટલોજ ન હતો. રહીશોએ વધુ એક ગંભીર આક્ષેપ મુક્યો છે કે રાત્રે 11:00 વાગે જીઇબીના કર્મચારીઓ ચેકિંગ માટે આવે છે.
શું રાત્રે 11 વાગે કોઈ પરમિશન લઈને ચેકિંગ કરવા આવે? શું આ યોગ્ય છે?
આ તમામ વિવાદ અને હંગામાની અસરથી જીઇબીના અધિકારીઓ પણ સંકોચમાં મુકાઈ ગયા. સવાલ એ છે કે, સ્માર્ટ મીટર લગાવ્યા પછી વીજદર અને યુનિટ ગણતરી અંગે રહીશોને યોગ્ય માહિતી કેમ આપવામાં આવી નથી? અને રાત્રે અશિસ્તભંગ ચેકિંગ માટે આવતા કર્મચારીઓ પર શું કાર્યવાહી થશે?
સમગ્ર બાબતે વપરાશ અંગે તમનેજનકારી કરાઇ હતી તેમ કહી અધિકારી દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો હતો.
આ મામલાના વધુ અપડેટ્સ અને લાઈવ દ્રશ્યો માટે અર્બન ગુજરાતની ઈન્સ્ટાગ્રામ ચેનલ પર જાઓ, જ્યાં તમે સંપૂર્ણ વિડીયો જોઈ શકશો.