Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

ગુજરાતની કડી અને વિસાવદર પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર

ગુજરાતની કડી અને વિસાવદર પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર

ગુજરાતમાં હવે કડી અને વિસાવદરની પેટાચૂંટણીનું પિક્ચર ફાઈનલ થઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા કડી અને વિસાવદર બેઠકો પર કયા કયા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે અને કોણ કોણ ચૂંટણી મેદાનમાં છે તેનું લિસ્ટ જાહેર કરી દીધું છે. જે આ મુજબ છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની કડી તથા વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું તારીખ ૨૬ મેના રોજ પ્રસિદ્ધ કરાયું હતું. સંબંધિત ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૃઆત થઈ હતી. વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કાર્યક્રમ અનુસાર તારીખ ૩ જુનના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી તથા તારીખ ૫ જુનના રોજ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો. જે અંતર્ગત ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે એટલે કે, આજ તા.૦૫.૦૬.૨૦૨૫ ના રોજ સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા નીચે મુજબના ઉમેદવારો હરીફ ઉમેદવારો તરીકે નિયત કરવામાં આવેલ છે.

વિસાવદર પેટાચૂંટણીમાં હવે કુલ ૧૫ ઉમેદવાર વચ્ચે જંગ થશે. સિંહોરના પતિ-પત્નિ અનિલ ચાવડા અને કલ્પના ચાવડાએ અપક્ષમાંથી ભરેલ ફોર્મ પરત ખેંચ્યા છે. દલસુખ હિરપરાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેચ્યું છે. સ્વઈચ્છાએ ફોર્મ પરત ખેંચ્યાનો ત્રણેયનો દાવો છે. ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. ભાજપ, કોંગ્રેસ, આપ અને લોકશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર મળી કુલ ૧૫ વચ્ચે ચૂંટણી જંગ છે. કુલ ૧૯ ઉમેદવારમાંથી ૩ ઉમેદવારએ ફોર્મ પરત ખેંચ્યા છે.

Advertisement

કડી પેટાચૂંટણીમાં કોણ કોણ ઉમેદવાર
* ચાવડા જગદીશભાઈ ગણપતભાઈ – આમ આદમી પાર્ટી * રમેશભાઈ મગનભાઈ ચાવડા – ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ * રાજેન્દ્રકુમાર (રાજુભાઈ) દાનેશ્વર ચાવડા – ભારતીય જનતા પાર્ટી * ડૉ. ગિરીશભાઈ જેઠાભાઈ કાપડીયા – પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી * જયેન્દ્ર કરશનભાઈ રાઠોડ – રાઈટ ટુ રીકોલ પાર્ટી * પ્રવિણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ – ભારતીય જન પરિષદ * મકવાણા કમલેશભાઈ – સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી * મકવાણા દશરથભાઈ ગણપતભાઈ – આપકી આવાઝ પાર્ટી

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement