Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

શાળાના વિદ્યાર્થીઓએ એકત્ર કરી એક લાખ પ્લાસ્ટિક બોટલો, બનાવી કમ્પાઉન્ડ વોલ

શાળાના વિદ્યાર્થીઓએ એકત્ર કરી એક લાખ પ્લાસ્ટિક બોટલો, બનાવી કમ્પાઉન્ડ વોલ

આણંદ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત એક નવતર પહેલ કરવામાં આવી છે. આણંદના પ્રાંત અધિકારી મયુર પરમારના નેતૃત્વમાં આ પહેલ હાથ ધરવામાં આવી છે.

આણંદ અને ઉમરેઠ તાલુકાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન એક લાખ જેટલી વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરી. આ બોટલોનો ઉપયોગ કરીને રાજોડપુરા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે.

વિશ્વ પર્યાવરણ દિવસે રાજોડપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હસ્તે આ અનોખી કમ્પાઉન્ડ વોલનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રાંત અધિકારી ડૉ. મયુર પરમારે જણાવ્યું કે આ પ્રયોગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવાનો છે.

Advertisement

કાર્યક્રમ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધ વિશે પણ જાગૃતિ ફેલાવવામાં આવી. શાળા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મામલતદાર ચાર્મી રાવલ, ફોરેસ્ટ ઓફિસર, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પહેલ આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રેરણા મળી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement