Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

યુટ્યુબ ગુરુ – ચીખલીમાં યુવક ઘરમાં જ બનાવી બંદૂકો, પોલીસને મળી મોટી સફળતા

મોરબીના ચીખલી ગામમાં એક અજબ કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે યુટયુબ જોઈને બંદૂક બનાવવાનું શીખીને ઘરમાં જ પ્રોડક્શન શરૃ કરી દીધું હતું. આખરે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને બે બંદૂક, ૬૦ ખાલી કારતૂસ, બે ગનપાઉડર ભરેલી બોટલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૃ કરી છે.

એલસીબીને બાતમી મળી હતી કે માળિયા (મી)ના ચીખલી ગામે મફતિયાપરામાં રહેતો સલીમ કાદરભાઇ મિયાણા પોતાના મકાનના પાછળના ભાગે આવેલા ફળિયામાં ગેરકાયદે દેશી હાથ બનાવટની બંદૂકો જાતે બનાવે છે અને જુદા-જુદા ગ્રાહકોને વેચે છે. જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી ત્યારે સ્થળ પરથી દેશી હાથ બનાવટની ૨ બંદૂક તથા હથિયાર બનાવવા માટેનાં જરૃરી સાધનો મળ્યાં હતા. પોલીસે આરોપી સલીમ કાદરભાઇ માલાણી (રહે. મફતિયાપરા, ચીખલી ગામ, તાલુકો માળિયા(મિં))ની ધરપકડ કરી હતી. તેની પાસેથી સિદીક ઉમેદઅલી કાજેડિયા (રહે. હાલ ચરાડવા, તાલુકો હળવદ)નું નામ સામે આવ્યું હતું, જેથી બંને સામે માળિયા(મિં) તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે, તે પોતાના મોબાઇલ ફોન પર યુટયૂબમાં હથિયાર બનાવવા તથા રિપેરિંગ કરવાના વીડિયો જોતો હતો અને એ જોઈને તે હથિયાર બનાવતા તથા રિપેરિંગ કરતા શીખ્યો હતો.આરોપી ત્રણ વર્ષથી જાતે બંદૂક બનાવતો હતો. આ શખસ છેલ્લાં બે-ત્રણ વર્ષથી પોતાના મકાનમાં જાતે જ દેશી હાથ બનાવટની બાર બોર સિંગલ બેરલ બંદૂકો બનાવતો હતો અને એ બંદૂક બનાવવા અને હથિયાર રિપેરિંગ કરવા અંગેની એમઓ પણ જાણે છે. આરોપીના ઘરમાંથી દેશી હાથબનાવટની ૨ બાર બોર સિંગલ બેરલની બંદૂક, ૧ ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન, ૨ ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર મશીન, ૧ ડ્રિલ મશીન, ૧ લોખંડનો સીગરો, ૨ ઇલેક્ટ્રિક બોર્ડ, બાર બોરની ૬૦ ખાલી કારતૂસ, ૨ ગનપાઉડર ભરેલી, પ્લાસ્ટિકની શીશી, ૧૧૧ લોખંડના ઝીણા છરા, ૧ વેલ્ડિંગનાં ચશ્માં, ૧ કાતર, ૫ ચાંદલિયાના રોલની ડબ્બી મળી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement