વ્યવસ્થા:બોરસદ ખાતે ઇકેવાયસીની કામગીરી રાત્રે પણ ચાલુ રખાઇ
સમગ્ર રાજ્યમાં હાલ રેશનકાર્ડ ધારકોને ફરજીયાત ઇકેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. આ કામગીરીને લઈને અરજદારો કચેરી ખાતે લાઈનો લગાવી રહ્યા છે.બોરસદ તાલુકા સેવા સદન ખાતે પુરવઠા કચેરી બહાર વહેલી સવારથી લોકો લાઈનોમાં ઉભા રહી ઇકેવાયસી ની કામગીરી કરાવી રહ્યા છે ત્યારે લોકોને દિવસે ધંધો બગાડવો ન પડે અને લાઈનોમાં ઉભા ન રહેવું પડે તે માટે બોરસદ શહેરના સસ્તા અનાજની દુકાનોના દુકાનદારો દ્વારા ફળિયે ફળિયે ના કેમ્પ ઇકેવાયસી કરવામાં આવી રહ્યા છે.
બોરસદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રાત્રીના સુમારે સસ્તા અનાજની દુકાનોના સંચાલકો પોતાની ટીમ સાથે પહોંચીને એક જગ્યાએ એકત્રિત થઇ લોકોની ની ઇકેવાયસી કામગીરી કરી રહ્યા છે.હાલ સરકારી કચેરીમાં લાઈનો લાગેલ હોય છે અને સર્વર પણ ખુબ ધીમો ચાલતા કામગીરી ખુબ જ ધીમી ચાલી રહી છે.જેને લઇ લોકોને પોતાના કામ ધંધા છોડીને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે.છતાં જેટલા લોકો આવ્યા હોય છે તે બધાની કામગીરી થતી નથી અને તેઓને ધરમધક્કો થતો હોય છે.
ત્યારે બોરસદ પુરવઠા નાયબ મામલતદાર દ્વારા શહેરમાં આવેલ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો સાથે મિટિંગ કરીને લોકોને દિવસે ધક્કા ખાવા ન પડે અને લાઈનોમાં ઉભા રહેવું ન પડે તે માટે રાત્રે લોકોના ઘરે જઈને ઇકેવાયસીની કામગીરી કરવામાં આવે તેવું જણાવ્યા દુકાનદારોએ આ કામગીરીની શરૂઆત કરી દીધી છે.અને પ્રથમ દિવસે ફતેપુર વિસ્તારમાં કેમ્પ યોજીને મોટી સંખ્યામાં લોકોની ઇકેવાયસીની કામગીરી કરી હતી.