વીડિયો વાઈરલ થયા બાદ પ્રાંત અધિકારીએ તાત્કાલિક તપાસ હાથ ધરી અને મહિલા વિરુદ્ધ FIR નોંધાવી
1800 રૂપિયા આપો અને સરકારી દાખલો લઈ લો. આતો તમારા હોસ્પિટલનું કામ હતું ને એટલે નહીં તો ૨૫૦૦ રૂપિયામાં એક કલાકમાં દાખલો આપી દઉં. આ શબ્દો તમે સાંભળ્યા હશે કારણ કે આણંદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક અરજદાર પાસે મહિલા એજન્ટ દ્વારા પૈસા લઈને સરકારી દાખલો આપવાનો કહેવામાં આવી રહ્યું છે જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો કચેરીમાં એજન્ટો પર પ્રતિબંધ હોવા છતાં તેઓ આ રીતે કાર્ય કરી શકે છે, તો એ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે કચેરીના અમુક સરકારી કર્મચારીઓની સહમતિ અથવા પ્રોત્સાહન હોઈ શકે.
વાઈરલ થયેલા વીડિયોમાં મહિલા વચેટિયા અરજદાર પાસે 1800 રૂપિયાની માગણી કરતી જોવા મળે છે. મહિલાએ દાવો કર્યો કે સામાન્ય રીતે આવા દાખલા માટે 2500 રૂપિયા લેવામાં આવે છે. તે અરજદારને કહેતી જોવા મળે છે કે જો તેની પાસે પૂરી રકમ ન હોય તો તે ઓછા પૈસા આપી શકે છે, પરંતુ બાકીની રકમ દાખલો લેવા આવે ત્યારે ચૂકવવી પડશે.
આ બાબતે કલેકટર પ્રવીણ ચૌધરી દ્વારા પુષ્ટિ કરાઇ હતી કે વીડિયો કલેક્ટર કચેરી કમ્પાઉન્ડનો છે તથા છેલ્લા દોઢ વર્ષથી કચેરી પરિસરમાં એજન્ટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને આ મામલે પણ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
વીડિયો વાઈરલ થયા બાદ પ્રાંત અધિકારીએ તાત્કાલિક તપાસ હાથ ધરી અને મહિલા વિરુદ્ધ FIR નોંધાવી છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે એજન્ટો પર પ્રતિબંધ હોવા છતાં આ એજન્ટો કોઈ પણ અરજદારને જે તે દાખલો જોઈતો હોય તે દાખલો કચેરીમાંથી સરળતાથી કેવી રીતે કઢાવી આપવાની ચોકસાઇ આપે છે ? તેનો અર્થ શપષ્ટ છે કે સરકારી કચેરીના બાબુઑ આ એજએન્ટો થકી દાખલ આપે છે અને કચેરીના અધિકારીઓ દ્વારા જ એજન્ટોને પ્રોત્સાહન અપાય છે. આમ જોવા જઈએ તો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આ એજન્ટોને સરકારી તંત્ર દ્વારા સમર્થન મળે છે. ત્યારે તો આ એજન્ટો સામન્ય નાગરિકોની જરૂરિયત્નો ફાયદો ઉઠાવે છે. સામાન્ય નાગરિકો જેને પ્રક્રિયાની સમજણ નથી, જેથી તેઓ આવ એજન્ટો પાસે જવાની મજબૂરી અનુભવે છે. ત્યારે તંત્ર દ્વારા આ અંગે સામાન્ય નાગરિક સુધી જાણકારી પહોંચે તેવા પ્રયત્ન હાથ ધરવા જોઈએ.
કલેકટર કચેરી ખાતે મહિલા એજન્ટનો વાઇરલ થયેલો વિડીઓ