નડિયાદમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાનનો અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તરસંડા રોડ પર કારે અચાનક વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસે સ્કૂલવાનને પાછળથી ટક્કર મારતા તમામ વિદ્યાર્થીઓના શ્વાસ અધ્ધ ચડી ગયા હતા. અકસ્માતમાં વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, શાળાના વિદ્યાર્થીઓ શાળાએથી પરત આવતા સમયે નડિયાદ ઉત્તરસંડા રોડ પર વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાનને અકસ્માત નડ્યો હતો. આગળ જતી કારે અચાનક વળાંક લેતા સ્કૂલવાને બ્રેક મારી હતી જેથી પાછળથી એસટી બસે ટક્કર મારી હતી. સ્કૂલ વનને પાછળથી ટક્કર વાગતા ગાડીનો કાચ તૂટી ગયો . અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થીઓનો આબાદ બચાવો થયો છે. વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવાનનો અકસ્માતને પગલે વાલીઓનું ટોળું ઘટનાસ્થળે પહોંચી કારચાલક પર ઉસ્કેરાયા હતા.