આણંદ ખેડા જિલ્લાના 50 સેન્ટરો પર 60 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં આગામી પહેલી એપ્રિલથી સ્નાતક પરીક્ષા તથા 7મી એપ્રિલથી અનુસ્નાતકની પરીક્ષા શરૂ થશે. જેમાં 60,000 જેટલા વિદ્યાર્થીઓ આણંદ ખેડાના 50 સેન્ટર ઉપર પરીક્ષા આપશે.
યુનિવર્સિટી પરીક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી માસમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં યુનિવર્સિટી સંલગ્ન તમામ વિભાગના વડા અને કોલેજના આચાર્યો તથા ઇન્સ્ટિટ્યૂટના નિયામકોને જણાવવામાં આવ્યું હતું કે સ્નાતક તથા અનુસ્નાતકની યુનિવર્સિટીની પરીક્ષા એપ્રિલમાં યોજાશે. જેમાં જણાવ્યા અનુસાર અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટરની યુનિવર્સિટી પરીક્ષા તારીખ 7 એપ્રિલથી શરૂ થશે. જ્યારે સ્નાતક કક્ષાના ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા 1 એપ્રિલથી શરૂ થશે અને પરિપત્રમાં જણાવ્યા મુજબ સ્નાતક કક્ષાના દ્વિતીય સેમેસ્ટરની પરીક્ષા યુજીના ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત જ શરૂ થશે.