તાલુકા સ્વાગત કાર્યક્રમ:ખંભાત મામલતદાર કચેરી ખાતે આયોજીત કાર્યક્રમમાં 6 અરજીઓનો હકારાત્મક નીકાલ કરવામાં આવ્યો
ખંભાત મામલતદાર કચેરી ખાતે ખંભાત તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની અંદર 8 જેટલા અરજદારોએ અરજી કરી હતી. 8માંથી બે અરજદારો ગેરહાજર રહ્યા હતા. બાકીના છ અરજદારોને સાંભળવામાં આવ્યા હતા. અને તેમના પ્રશ્નોનો નિરાકરણ કરી આપવામાં આવ્યું હતું. તાલુકા સ્વાગત કાર્યક્રમ એટલા માટે કરવામાં આવે છે કે કોઈપણ કચેરીમાં કરેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં ન આવતી હોય તો આ સ્વાગત કાર્યક્રમમાં ડાયરેક્ટ આરજીઓનો નિકાલ કરવામાં આવે છે. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ખંભાત મામલતદાર મનીષ ભોઈ, તાલુકા વિકાસ અધિકારી રમેશ ચૌધરી, તલાટીઓ, નગરપાલિકાના કર્મચારીઓ, અને અરજદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.