ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને સી આર પાટીલે લીધી મિટિંગ, શહેર પ્રમુખ, ધારાસભ્યો, સાંસદો હાજર
ગાંધીનગરમાં કમલમમાં ભાજપની બેઠક યોજાઈ છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલ પણ ઉપસ્થિત છે. જે બેઠકમાં ધારાસભ્યો તેમજ જિલ્લા પ્રમુખો અને જિલ્લા મહામંત્રીઓને પણ બોલવવામા આવ્યા છે. જે બેઠકનું ઓયોજન બાબા સાહેબ આંબેડકર સમ્માન અભિયાનને લઈ કરવામાં આવી હોવાનું કહેવામા આવી રહ્યું છે પરંતુ રાજકીય ગલીઓમાં ચર્ચા કંઈક અલગ જ ચાલે છે.
અત્રે જણાવીએ કે, બાબા સાહેબ આંબેડકર સમ્માન અભિયાનથી ભાજપ દેશભરમાં 14થી 24 એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજશે. જે અભિયાન થકી ડો.બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવામાં આવશે. જો કે, બેઠકમાં શહેર પ્રમુખ, ધારાસભ્યો, સાંસદો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે. જેમા બેઠકમાં આગામી કાર્યક્રમોને લઈને માર્ગદર્શન અને સૂચનાઓ અપાશે.અત્રે ઉલ્લેખનીય છે કે,ભાજપમાં જિલ્લા પ્રમુખ અને તાલુકા તેમજ શહેર પ્રમુખોની નિયુક્તિ કરાઈ ચુકી છે ત્યારે હવે ગમે તે સમય નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થઈ શકે છે તો બીજી તરફ મંત્રીમંડળને લઈ નવા જૂનીના એંધાણની વાત રાજકીય પંડિતો કરી રહ્યાં છે. જો કે, ભાજપે આ બેઠકને લઈ આંબેડકર સન્માન અભિયાનની વાત કરી છે. પરંતુ આ બેઠકમાં અન્ય અનેક મુદ્દાઓ પર વાત થઈ શકે છે. આપને જણાવીએ કે, આ બેઠકમાં કેટલાક ધારાસભ્યો ગેરહાજર પણ છે.