આજે આણંદ મહાનગર પાલિકાનું 1055 કરોડનું બજેટ કમિશ્નર મિલિન્દ બાપના દ્વારા રજૂ કરાયું

આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર મિલિંદ બાપના અને વહીવટદાર પ્રવીણ ચૌધરીએ નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે. રૂપિયા 1055.32 કરોડના આ બજેટમાં કોઈપણ પ્રકારના કર કે દરમાં વધારો કરવામાં આવ્યો નથી. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે, બજેટમાં નળ, ગટર, રસ્તા, સ્વિમિંગ પૂલ, ગાર્ડન, ફોરેસ્ટ, આઇકોનિક રોડ, લાઈટ અને પંપિંગ સ્ટેશન જેવી મૂળભૂત સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સીએનજી વેસ્ટ પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે.
આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર મિલિંદ બાપના દ્વારા વર્ષ 2025-26 નો રૂપિયા 1055.32 કરોડનું બજેટ રજૂ કરાયું. આ બજેટ થી આણંદ ને શું શું મળશે? આવો કેટલીક જરૂરી બાબતોને ટૂંકમાં સમજીએ
1) સૌપ્રથમ ટેક્સમાં કોઈપણ જાતનો વધારો નથી
2) આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા કુલ ૧૪ રોડને આરસીસી રોડ બનાવાશે
3) અમદાવાદ કાંકરીયા થીમ બેઇઝ ગોયા તળાવને પણ ડેવલોપ કરવામાં આવશે તથા અન્ય તળાવનું ફ્રન્ટ ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશન થશે
4) બોરસદ ચોકડી ફ્લાય ઓવર નીચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવશે
5) આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં 4 નવા યોગા સેન્ટર તથા 2 ઓપનજીમ બનાવવાનું આયોજન
6) બે નવી લાઇબ્રેરી અને સ્ટડી સેન્ટરને નોલેજ સેન્ટર તરીકે વિકસાવવાનું આયોજન
7) ડિજિટલ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા તમામ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ રૂમનું આયોજન તથા એક ઇંગ્લીશ મીડીયમ સ્કૂલનો આયોજન કરવામાં આવશે
8) ફાયર સંબંધિત સુરક્ષા માટે એક નવા વોચ ટાવર તથા નવા ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન
9) ભારત સરકારની પીએમ ઈ બસ યોજના અંતર્ગત કુલ ૧૦ ઇ બસ મેળવવા દરખાસ્ત કરવામાં આવશે સાથે જ 10 નવા ઈવી ચાર્જિંગ સ્ટેશન વિકસાવવાનું આયોજન
10) કચરાના નિકાલ માટે છ નવા ગારબેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવાશે તથા 10 એસપીરેશનલ પબ્લિક ટોયલેટ બનાવવાનું આયોજન
11) આણંદ શહેરમાં ટ્રાફિક વાળા ચોક સર્કલમાં અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલ નું નિર્માણ તથા શાળાઓ સરકારી ઓફિસ ગાર્ડન વગેરે સ્થળોમાં સીસીટીવી કેમેરા નાખવાનું આયોજન
12)નવું સરદાર સાહેબનું મ્યુઝિયમ બનાવવામાં આવશે
13) ફૂડ ટેસ્ટિંગ લેબ બનાવવામાં આવશે
14) મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરીત રસ્તાઓને લઈને કામગીરી કરવામાં આવશે
15) મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગામડાઓ સહિત તમામ વિસ્તારોમાંથી પણ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન 100 ટકા કરવામાં આવશે
આમ મહાનગરપાલિકાના 2025- 26ના બજેટમાં જાહેર જનતા માટે મુખ્ય રસ્તાઓ,તળાવ તથા બગીચાઓ સાંસ્કૃતિક,આરોગ્ય,પર્યાવરણ તથા બાંધકામ જેવી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેની કામગીરીનો આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.