બોરસદ કોર્ટના પકડ વોરંટમાં નાસતા ફરતા આરોપીની ધરપકડ
બોરસદ કોર્ટ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળ ઇસ્યુ કરાયેલા પકડ વોરંટના આરોપીની બોરસદ રૂરલ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક જી.જી. જસાણી અને પેટલાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પી.કે. દિયોરાના માર્ગદર્શન હેઠળ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટેલ, નાપા બીટના ઇન્ચાર્જ એ.એસ.આઈ. કિરણભાઈ દેવાભાઈ (બ.ન. 916), અ.હે.કો. મિનેષ દાનિયેલભાઇ (બ.ન. 1110) અને પો.કો. જતીન ભાઈલાલભાઈ (બ.ન. 566) દ્વારા આરોપી પરમાર મહેન્દ્રસિંહ ઉદેસિંહરહે. રાજપૂત ફળિયું, નાપા વાંટા, બોરસદ, આણંદની અટકાયત કરવામાં આવી હતી.
પ્રિન્સિપલ સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, બોરસદની કોર્ટ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળ પકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત બોરસદ રૂરલ પોલીસ ટીમે આરોપી મહેન્દ્રસિંહ ઉદેસિંહ પરમારને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી માટે કાયદેસરનાં પગલાં ભરી વધુ તપાસ હાથધરી છે.
