આણંદમાં ગરમીનો કહેર: યલો એલર્ટ જાહેર, તાપમાન 41 ડિગ્રીને પાર
આણંદમાં ગરમી દિવસે દિવસે વધતી જાય છે. તાપમાન સતત ઉછાળો લેતા હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા ચાર દિવસથી તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જેને કારણે શહેરવાસીઓ ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. આખો દિવસ બિલ્ડિંગ મકાન તપ્યા બાદ ઘરમાં બફારો લાગતાં રાત્રે કો અગાસીમાં કે બહાર નિકડે છે ઠંડક મેળવવા. ત્યારે આણંદ હવામાન વિભાગના જણાવ્યાનુસાર મંગળવારે બપોરે તાપમાન 39.7 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન નિષ્ણાતોના મતે, હિટવેવની પરિસ્થિતિ એ ત્યારે સર્જાય છે, જ્યારે તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ નોંધાય અથવા સતત ચાર દિવસ સુધી 41 ડિગ્રીથી વધુ રહે. હાલના તાપમાનને જોતા, લોકો માટે સુરક્ષાના પગલાં લેવું જરૂરી બની ગયું છે.
શહેરવાસીઓને સુચના:
ઘરની બહાર નીકળતી વખતે પાણીની પૂરતી વ્યવસ્થા રાખો.
સૂર્યપ્રકાશમાંથી બચવા કાળા ચશ્મા અને ટોપી વાપરો.
તાપમાનની અસરમાં આવતી વ્યક્તિઓએ તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.
આણંદના રહેવાસીઓએ આવનારા દિવસોમાં પણ ગરમીની અસર રહે તેવી સંભાવના હોવાથી ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.