135 ડેસિબલ અવાજથી હાર્ટ પેશન્ટને તકલીફ: પોલીસને રજુઆત છતાં અવગણના!
આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી અને ડોક્ટર્સ એસોસિએશન દ્વારા 25 માર્ચે યુનિવર્સિટી સ્ટાફ કોલીની ગ્રાઉન્ડમાં મ્યુઝિકલ કોન્સર્ટ યોજવામાં આવ્યો હતો. દરમિયાન ઉગ્ર અવાજના કારણે હાર્ટ પેશન્ટની તબિયત લથડી હતી. સ્થાનિકોએ અવાજ ઓછો કરવા રજુઆત કરી, પણ ત્યાં કોઈ અસર ન થઈ. પીડિત પરિવાર પોલીસ સ્ટેશન દોડી ગયાં, પણ પોલીસે પણ યોગ્ય ધ્યાન આપ્યું નહીં તેવો આક્ષેપ રહીશે લગાવ્યો છે. આ બનાવ તંત્રની નિષ્ક્રિયતાને લઈને સવાલ ઉઠાવી રહ્યો છે.
135 ડેસિબલનો ઉગ્ર અવાજ! જે સામાન્ય નાગરિક માટે પણ અસહ્ય છે, તે હાર્ટ પેશન્ટ માટે જીવલેણ બની શકે. અહીં આયોજકોને રજુઆત છતાં અવાજ ઓછો કરાયો નહીં, અને જ્યારે પરિવારે પોલીસ સ્ટેશનનો દરવાજો ખટખટાવ્યો, ત્યારે પણ કોઈ અસર થઈ નહીં. ચાલો, સાંભળીએ પીડિત પરિવાર અને સ્થાનિક નાગરિકો શું કહે છે.
હું હાર્ટ પેશન્ટ શું મારુ નામ ડૉક્ટર પરેશ બુચ છે. 3 વાગ્યા થી ઊંચા આવજે ગીતો વાગે છે. મે કોન્સર્ટમાં જ કહ્યું કે અવાજ બહુ ઉંચો છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નહીં. મે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો એમ કહ્યું કે કરાવીએ છીએ પરંતુ કઈ ધ્યાને લીધું નહીં. – ડૉક્ટર પરેશ બુચ, સ્થાનિક રહીશ, વિદ્યાનગર
જ્યારે અવાજપ્રદૂષણ કાયદા મુજબ 85 ડેસિબલથી વધુ અવાજ પર કાર્યવાહી થવી જોઈએ, ત્યારે 135 ડેસિબલની ફરિયાદ કરવા છતાં તંત્ર કેમ ચૂપ છે? શું લોકોના આરોગ્ય સામે કોઈ જવાબદારી નથી?
આ ઘટનાને લઈને હવે પ્રશ્ન એ છે કે શું આવા ઈવેન્ટ્સ માટે કોઈ ગાઇડલાઇન લાગુ થશે? અમે આ મામલે વલ્લભ વિદ્યાનગર પોલીસનો જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી સાથે જોડાયેલા રહો.