Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

અમદાવાદમાં અસામાજિક તત્ત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહીનો સિલસિલો યથાવત જોવા મળ્યો

અમદાવાદમાં અસામાજિક તત્ત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહીનો સિલસિલો યથાવત જોવા મળ્યો

અમદાવાદના વસ્ત્રાલની ઘટના બાદ સરકાર અને પોલીસતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્ય પોલીસ વડા દ્વારા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવા અને યાદી બનાવવાની સૂચના બાદ રાજ્યભરમાંથી અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં અસામાજિક તત્ત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પોલીસ અને સ્પેશિયલ મોનિટરિંગ સેલ દ્વારા આરોપીઓની બીજી યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં 10 જેટલા ગુનેગારો વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પગલાં

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા કુલ 12 ઈસમોની ધરપકડ કરી પાસાની કાર્યવાહી કરીને રાજ્યની સુરત જેલમાં ધકેલી દીધા છે અને 5 ઈસમોને તડીપાર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં 7612 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર

રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7612 શખ્સોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં:

Advertisement

  • 3264 બુટલેગરો,

  • 2149 શરીર સંબંધિત ગુનાહિત શખ્સો,

  • 958 મિલકત સંબંધિત ગુનાહિત શખ્સો,

  • 516 જુગાર સંબંધિત શખ્સો,

  • 545 અન્ય ગુનેગારોનો સમાવેશ થાય છે.

આ તમામ શખ્સો પર વૉચ રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણ, શંકાસ્પદ આર્થિક વ્યવહારો સહિતની તપાસ કરવામાં આવશે.

રાજયભરના અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી

અમદાવાદ શહેરના 25, મોરબીના 12, સુરતના 7, ગાંધીનગરના 6, વડોદરા શહેરના 2 સહિત કુલ 59 શખ્સો વિરૂદ્ધમાં પાસાની અને 10 શખ્સો વિરૂદ્ધમાં હદપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા કુલ 724 શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણ, દબાણો વગેરે મામલે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

માથાભારે ગેંગો સામે કડક કાર્યવાહી

નોંધનીય છે કે, આ પહેલાં પણ પોલીસે સમગ્ર અમદાવાદમાં સક્રિય 10 જેટલી ગેંગની યાદી તૈયાર કરી છે. જેમાં:

  • ઘાટલોડિયા,

  • વાડજ,

  • ખોખરા,

  • અમરાઇવાડી,

  • જુહાપુરા,

  • નારોલ,

  • વટવા સહિતના વિસ્તારોમાં સક્રિય ગેંગોનો સમાવેશ થાય છે.

આ ગેંગો મુખ્યત્વે:

  • વેપારીઓ પાસે ખંડણી માંગવી,

  • ડ્રગ્સના નેટવર્ક ચલાવવું,

  • જમીન સહિતની મિલકતો હડપ કરવી,

  • લૂંટ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે.

શહેરના અનેક પોલીસ સ્ટેશનો ઉપરાંત, રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ આ ગુનેગારો વિરુદ્ધ ફરિયાદો નોંધવામાં આવી છે. ગુનાની ગંભીરતાને આધારે પોલીસ દ્વારા કેટલાંક તત્ત્વો વિરુદ્ધ ગુજસીટોકના ગુના પણ નોંધાઈ શકે છે.

અમદાવાદ પોલીસે માથાભારે ગેંગ ઉપરાંત, બે કે તેથી વધુ ગુના નોંધાયેલા 1100 જેટલા આરોપીઓની યાદી પણ તૈયાર કરી છે. આ યાદીને રાજ્ય પોલીસ વડાને મોકલીને ગુનાની ગંભીરતાને આધારે કડક કાર્યવાહી કરવા માટે ગાઇડલાઇન નક્કી કરાશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement