પેટલાદ કોર્ટના પકડ વોરંટમાં નાસતા ફરતા આરોપીની ધરપકડ
પેટલાદ કોર્ટ દ્વારા પોક્સો કેસ નં. 48/2022ના કામે સજા પડેલા વોરંટ ધરાવતા આરોપીની આણંદની પેરોલ ફર્લો સ્કોડ, દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ વિમાગ, અમદાવાદના આદેશ અનુસાર આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક જ.જી. જસાણી અને અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, પેરોલ ફર્લો સ્કોડ, આણંદના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. પટેલ અને તેમની ટીમે ગુપ્ત માહિતીના આધારે આરોપીની અટકાયત કરી છે. આરોપી પોક્સો કેસ નં. 48/2022 હેઠળ દોષી સાબિત થઈ સજા પડેલી હોય તે વોરંટ હેઠળ નાસતો ફરતો હતો. પોલીસે ગુપ્ત માહિતીના આધારે આરોપીની સંભવિત સ્થાને શોધખોળ કરી અને તેને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી માટે વધુ તપાસ હાથધરાઈ છે. પકડાયેલા આરોપી રણજીત ચુનારા છે. તે ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાણજા ગામના વાઘરીવાસમાં મહાકાળી મંદિર પાસે રહે છે. તેની સામે પેટલાદ પોક્સો કોર્ટમાં ગંભીર આરોપો હતા. આ કેસમાં ઇ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૧૮ હેઠળ ગુનો નોંધાયેલો હતો.
પોલીસને બાતમી મળી હતી કે આરોપી પીપળાવ ચોકડી વિસ્તારમાં છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી અને આરોપીને ઝડપી લીધો. પકડાયેલા આરોપીને સોજીત્રા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.
