વડોદરામાં પાડોશીએ યુવકને માર મારી ઘરની બહાર ઘાયલ કરી ફેક્યો: બાદ ડોક્ટરે મૃત જાહેર કર્યો
પાડોશીઓ સાથે ઝઘડો કે બોલાચાલી થવી તે સામાન્ય બાબત છે. એકબીજાની આસપાસ રહેતા હોવાના કારણે કેટલીય વાર નજીવી બાબતોમાં પણ બોલાચાલી થતી હોય છે. પરંતુ હાલમાં જ વડોદરાના લક્ષ્મીપુરાથી એક એવી ચોકાવનારી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે ચોકી જશો, અહીં સામાન્ય બાબતમાં બોલાચાલી થતા પડોશી જ પડોશીનો હત્યારો બની ગયો.
ઘટના કંઈક એવી છે કે વડોદરાના લક્ષ્મીપુરા માં 21 માર્ચ 2025ની સાંજના બે પાડોશીઓ પિયુષ રાઠોડ તથા પ્રવીણ પંચાલ વચ્ચે નજીવી બાબતમાં બોલાચાલી થઈ તે દરમિયાન પ્રવીણ પંચાલ તેના પત્ની શીતલ અને સાળો ઉશ્કેરાયા અને તેઓએ પિયુષ રાઠોડને માર મારવાનું શરૂ કર્યું અને તેને મારતા મારતા પોતાના ઘરમાં ખેંચીને લઈ ગયા હતાં. જ્યાં આ ત્રણેય દ્વારા પિયુષને માર મારી ઘરની બહાર ઘાયલ હાલતમાં જ ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારે પિયુષને ઘાયલ અવસ્થામાં જ તેના પરિવારના સભ્યો હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં તબીબ દ્વારા પિયુષને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના મારા મારીની હોવાના કારણે પોલીસે કાર્યવાહી હાથ ધરી જેમાં પોલીસે પિયુષના હત્યારા પ્રવીણ પંચાલ તેની પત્ની શીતલ અને સાળા રમેશ વિરુદ્ધ ફરિયાદ નોંધી આ ત્રણેયની અટકાયત કરી છે.
આમ નજીવી અને સામાન્ય બાબતમાં બોલાચાલી થતા પાડોશી પરિવારે ભેગા મળીને યુવકની હત્યા કરી દીધી હતી, હાલ આ ઘટના વડોદરામાં ટોક ઓફ ધ ટાઉન બની છે.