આણંદની નગરપાલિકામાં આંતરિક કલહ ચરમસીમા પર : મહિલાઓએ ચીફ ઓફિસર સાથે કરી મારામારી
આણંદની નગરપાલિકામાં આંતરિક કલહ ચરમસીમા પર જોવા મળ્યો છે. ખંભાત પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ચીફ ઓફિસર અને કાઉન્સિલર વચ્ચે રજિસ્ટર મુદ્દે ખેંચતાણ થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ પણ પાલિકામાં ડખા થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ખંભાત પાલિકામાં યોજાયેલ સામાન્ય સભામાં રાજીનામું આપ્યા બાદ પણ મહિલા કાઉન્સિલરો સભામાં હાજર રહી રજીસ્ટરની ખેંચતાણ કરી હોબાળો કર્યો હતો. ચીફ ઓફિસરે 6 મહિલા કાઉન્સિલર સામે FIR નોંધાવી છે.
પાલિકાના ચીફ ઓફિસરે રજિસ્ટર ખેંચતાણ કરવાની બબાલમાં ફરજમાં રૂકાવટ ઊભી કરીને સભામાં હોબાળો મચાવવા મુદ્દે 6 મહિલા કાઉન્સિલર સામે ફરિયાદ નોંધાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચીફ ઓફિસરનો આક્ષેપ છે કે રાજીનામું આપ્યું હોવા છંતા પણ 6 મહિલા કાઉન્સિલર સામાન્ય સભામાં હાજર રહ્યા હતા. તમામ 6 મહિલા કાઉન્સિલરો કે જે થોડા સમય અગાઉ રાજીનામું આપ્યું હતું. પાલિકાની સભામાં રજિસ્ટર ખેંચતાણ મુદ્દે ચાલી રહેલ માથાકૂટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાય છે કે 6 મહિલા કાઉન્સિલર ચીફ ઓફિસર પાસેથી રજિસ્ટર લેવા બબાલ કરી રહી છે. ચીફ ઓફિસરના હાથમાં રજિસ્ટર છે અને તે આપવા તેઓ સતત ના પાડવા છતા તમામ મહિલા કાઉન્સિલરો તેને ઝૂંટવી લેવા પ્રયાસ કરતી દેખાય છે. પાલિકાની ઓફિસમાં મહિલા કાઉન્સિલરો ચીફ ઓફિસરનો કોલર પકડો છે અને ત્યારબાદ લાફા મારે રજિસ્ટર લેવા ખેંચતાણ કરે છે. છતાં પણ ચીફ ઓફિસર રજિસ્ટર આપતા નથી.
ખંભાતમાં નગરપાલિકામાં યોજાયેલ સામાન્ય સભામાં મોટો હોબાળો જોવા મળ્યો છે. આ ઘટનાના સામે આવેલ વીડિયોમાં દેખાય છે કે જ્યારે મહિલા કાઉન્સિલરો ચીફ ઓફિસર સાથે મારામારી કરતા હોય છે ત્યારે અન્ય લોકો ત્યાં તમાશો જોતા ઉભા રહ્યા છે તો કેટલાક લોકો વીડિયો બનાવવામાં મશગૂલ છે પણ કોઈ આગળ આવીને ઝગડામાં દરમિયાનગીરી કરતું નથી. અંતે ચીફ ઓફિસર આકરા તેવર અપનાવતા 6 મહિલા કાઉન્સિલર સામે પોલીસમાં ફરિયાદ કરે છે. ચીફ ઓફિસરે ઉષાબેન પ્રકાશભાઈ બારૈયા,તેજલબેન સાગરભાઈ સોલંકી,નિષાદબાનું સોયેબભાઈ મન્સૂરી,કામિનીબેન હિરેનભાઈ ગાંધી,હેતલબેન કરશનભાઈ ભીલ અને શાંતિબેન ભૂપતભાઈ માછી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી.થોડા સમય અગાઉ રાજીનામુ આપનાર ભાજપના અને અપક્ષના ૬ મહિલા કાઉન્સીલર વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પાલિકામાં આંતરિક કલહ ચરમસપાટી પર જોવા મળ્યો.
નોંધનીય છે કે અગાઉ પણ ખંભાતની નગર પાલિકામાં વિવાદમાં જોવા મળી હતી. ખંભાતની પાલિકામાં 2 મહિના પહેલા યોજાયેલ સામાન્ય સભામાં પણ મોટી બબાલ થઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને યોજાયેલ સભામાં એજન્ડા નોટિસમાં 36માંથી 28 સભ્યોના નામ સામેલ કરાતા બાકીના સભ્યો રોષે ભરાયા હતા. પાલિકા પ્રમુખની કામગીરીથી નારાજ અપક્ષના 2 અને ભાજપના 6 કાઉન્સિલરોએ રાજીનામા આપ્યા હતા. તમામ કાઉન્સિલરોએ પાલિકામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં પાલિકા પ્રમુખ કોઈની રજૂઆત સાંભળતા નથી અને મનમાની રીતે શાસન કરતા હોવાની ફરિયાદ કરી હતી. કાઉન્સિલરોના રાજીનામા મજૂર થતા પહેલા જ એજન્ડા નોટિસમાંથી તમામના નામ હટાવતા ભાજપના 6 અને અપક્ષના 8 કાઉન્સિલરો રોષ ભરાયા હતા. હવે ફરી ખંભાત પાલિકાની સામાન્ય સભામાં રજીસ્ટરની ખેંચતાણ મુદ્દે વિવાદ જોવા મળ્યો. આ વિવાદમાં હવે પોલીસ સ્ટેશન સુધી પંહોચ્યો છે. આગામી દિવસોમાં ખંભાત પાલિકામાં કંઈક નવાજૂની જોવા મળી શકે છે.