આણંદ-ખેડા જિલ્લામાં ચૈત્રી નવરાત્રિ, ચેટી ચાંદ અને ગુડી પડવાની ઉત્સાહી ઉજવણી: આસ્થા અને ભક્તિનો અનોખો મેળાવડો
મા શકિતની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. સાથોસાથ મહારાષ્ટ્રીયન સમાજના ગુડી પડવા અને સિંધી સમાજના ચેટી ચાંદના પર્વ સાથે નવા વર્ષના પ્રારંભની ઉજવણી કરવામાં આવી હતી. આણંદ, નડિયાદ સહિતના ચરોતરના માઇ મંદિરોમાં ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે માતાજીના દર્શન, પૂજા-આરાધના અને અનુષ્ઠાન માટે વહેલી સવારથી શ્રદ્ઘાળુઓની ભીડ રહી હતી. માતાજીના મંદિર પરિસરો જય માતાજી અને જય અંબેના નાદથી ગુંજી ઉઠયા હતા.
આણંદ, ખેડા જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ઘર આંગણે ગુડી લગાવીને પૂજાઅર્ચના સાથે નવા વર્ષની ઉજવણી કરીને ગુડી પડવો પર્વ ઉજવ્યું હતું. સિંધી સમાજ દ્ઘારા ચેટી ચાંદ-નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજના લોકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આણંદમાં પૂજય સિંધી સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો, મહાપ્રસાદ અને શોભાયાત્રાનું આયોજન કરાયુ ંહતું.
સાથોસાથ ઠેર-ઠેર પ્રસાદ, શરબત અને ચ્હાનું વિતરણ કરાયુ ંહતું. સમગ્ર માહોલ આયો લાલ ઝુલેલાલના જયઘોષથી ગુંજી ઉઠયો હતો.