આણંદમાં મજબૂત બનેલી ખેડૂત-સહકારી સંઘઠન માટે મહત્વપૂર્ણ ચર્ચા
ભારત સરકાર દ્વારા ઐતિહાસિક પગલુ ભરીને આણંદમાં અમુલ ડેરીની સ્થાપનામાં સિંહફાળો આપનારા ત્રિભુવનદાસ પટેલના માનમાં ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલય બનાવવાની જાહેરાત કરી છે. ત્યારે આજે આણંદ કૃભકો અને આણંદ તાલુકા સંઘના સંયુક્ત ઉપક્રમે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ સભામાં અમુલ ડેરીના વાઈસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર અને કૃભકોના એરિયા મેનેજર જયેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાતની અગ્રણી સંસ્થા જે આજે સમગ્ર વિશ્વમાં ટેસ્ટ ઓફ ઈન્ડિયા થકી પ્રખ્યાત છે તે અમુલ ડેરી, ગુજકોમાસોલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ હતા. સને ૧૯૪૬માં ત્રિભુવનદાસ પટેલના પરિવારે ૨૫ હજાર રૂપિયા તેમજ આણંદ તાલુકા સંઘે ૧૦ હજાર રૂપિયાનું યોગદાન આપ્યું હતુ જેને કારણે અમુલ ડેરીની સ્થાપના શક્ય બની હતી. તેમણે ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલય બનાવવાની જાહેરાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સહકારીતા તેમજ ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કરીને વધુમાં જણાવ્યું હતુ કે, ભારતની આ પ્રથમ સહકારી વિશ્વ વિદ્યાલય સહકાર સે સમૃધ્ધિની અવધારણાને સમર્પિત રહેશે. જે ગ્રામીણ, કૃષિ અને સહકારી ક્ષેત્રે નવી ઉર્જા પુરી પાડશે.
ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલયના ઉદેશ્યો અત્યંત સ્પષ્ટ અને ઉત્કૃષ્ટ છે. ડેરી. મસ્ત્યપાલન, બેન્કિંગ અને અન્ય ક્ષેત્રોમાં વિશિષ્ટ શાળાઓ, સ્વયંમ જેવા ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ દ્વારા શૈક્ષણિક પ્રસાર, ૪-૫ સલંગj કોેલેજો આ બધી પહેલ, ભારતના સહકાર ક્ષેત્રને નવો વેગ આપશે. આ મિટીંગમાં આણંદ તાલુકા સંઘના પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, કેડીસીસી બેંકના ડીરેક્ટર ભરતભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, સંઘના ડીરેક્ટર, આણંદ તાલુકાની સહકારી મંડળીના આગેવાનો હાજર રહ્યા હતા. સભાનું પ્રતિનિધિત્વ કૃભકોના અધઇકારી પંકજ ખડસલીયા અને આણંદ તાલુકા સંઘના મેનેજર રમેશભાઈ પરમારે કર્યું હતુ.