સરદાર પટેલ યુનિવર્સિટીમાં આજથી સ્નાતક પરીક્ષાનો પ્રારંભ
સરદાર પટેલ યુનિવર્સિટીમાં આજથી સ્નાતકના છાત્રોની તથા આગામી 7મી એપ્રિલથી અનુસ્નાતકના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. આણંદ અને ખેડા જિલ્લાના અંદાજિત 50 સેન્ટર પરથી 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા યુનિવર્સિટીના જ્ઞાનોદય પરીક્ષા ભવન ઉપરાંત કોલેજના સેન્ટરો પર યોજાશે.
યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટરની યુનિવર્સિટી પરીક્ષા આગામી 7 એપ્રિલથી શરૂ થશે. જ્યારે સ્નાતક કક્ષાના ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા 1 એપ્રિલથી શરૂ થશે. આ પરીક્ષા જે તે કોલેજ અને જ્ઞાનોદય પરીક્ષા ભવન ઉપરાંત હ્યુમીનીટીઝ બિલ્ડીંગમાં યોજાશે. સ્નાતક કક્ષાના દ્વિતીય સેમેસ્ટરની પરીક્ષા યુજીના ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત જ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, પરીક્ષાને લઈને હાલમાં યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
બીજી તરફ આગામી 8મી મેના રોજથી બીએસસી નર્સિંગની રેગ્યુલર અને એનસી તથા એનસી, 1 અને 3 તથા છઠ્ઠા સેમિસ્ટરની પરીક્ષા આગામી 8મી મેથી શરૂ થશે. બીજી તરફ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ એક પરિપત્ર જારી કરાયો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સ્નાતક કક્ષાના સેમિસ્ટર 2,4,6,8 અને 10 તથા અનુસ્નાતક કક્ષાના તમામ સેમિસ્ટીરની માર્ચ-એપ્રિલમાં લેવાયેલી પ્રેક્ટીકલ પરીક્ષાના માર્કસ આગામી 5મી મે સુધીમાં જમા કરાવવાના રહેશે. જે તે કોલેજ દ્વારા જે તે વિષયની પ્રેક્ટીકલ પરીક્ષા પૂર્ણ થયે કન્વીનર દ્વારા પ્રેક્ટીકલના માર્કસ તથા અસલ હાજરી પત્રક વિદ્યાર્થીઓની સહી સાથે જમા કરવાનું રહેશે.