આણંદ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો: વાદળછાયું વાતાવરણ, તાપમાનમાં ઘટાડો, ખેડૂતોમાં માવઠાની ચિંતા
આણંદ જિલ્લામાં ચૈત્ર માસના પ્રારંભથી વાતાવરણમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી આકાશમાં વાદળો છવાયા છે. આ પરિવર્તનથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પહેલા તેજ ગતિએ પવન ફૂંકાતો હતો. હવે વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
સમગ્ર રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને અન્ય વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. ખેડૂતોને ચિંતા છે કે જો માવઠું થશે તો તૈયાર થયેલા પાકને નુકસાન થઈ શકે છે. આ પરિસ્થિતિએ ખેડૂત સમુદાયમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે.