Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી બુકિંગ શરૂ

ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી બુકિંગ શરૂ

યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા શ્રીરણછોડરાયજી મંદિરમાં ભગવાનને વસ્ત્રો અર્પણ કરવા માટે નવી પહેલી શરૂ કરવામાં આવી છે. જેમાં ભક્તો અને ગુજરાતની બહાર રહેતાં વૈષ્ણવો ત્રીજી એપ્રિલથી ઓનલાઈન બુકિંગ સેવા દ્વારા રણછોડાયજીને વસ્ત્ર અર્પણ કરી શકશે. 3 એપ્રિલે સવારે 10 વાગ્યે મંદિરની સત્તાવાર વેબાસાઈટ www.ranchhodraiji.org પરથી વસ્ત્રો માટે નોંધણી કરાવી શકાશે. જેના માટે મંદિર દ્વાર નક્કી કરવામાં આવેલી ફી ઓનલાઈન ભરવાની રહેશે. વેબસાઈટ પર વસ્ત્રોની નોંધણીના નિયમોનું પાલન કરવાનું રહેશે. 

વસ્ત્રની નોંધણી માટે સવારના વસ્ત્ર માટે 5000 રૂપિયા તેમજ સાંજના વસ્ત્ર માટે 2500 રૂપિયા તુરંત ઓનલાઈન બુકિંગમાં પેમેન્ટ સ્લોટ દ્વારા જમા કરાવવાનો રહેશે. વસ્ત્રની ઓનલાઈન નોંધણી કરાવતી વખતે એક જ તારીખ માં બે કે તેથી વધુ વૈષ્ણવોના વસ્ત્ર માટેનું બુકીંગ થયેલ હશે તો તેમાં બુકીંગનો-પેમેન્ટનો પ્રથમ નાણાં ચૂકવનાર નો સમય જ ધ્યાને લઈ વસ્ત્ર નોંધણી ક્રમ નકકી કરવામાં આવશે જે સબંધે કોઈ ફરિયાદ સાંભળવામાં આવશે નહીં. મેનેજરનો નિર્ણય આખરી રહેશે.

Advertisement

નોંધનીય છે કે, મંદિરના લાગાના નકી કરેલ દિવસોની તથા ધનુમાસના પ્રારંભથી-અંત સુંધીના દિવસોની તારીખ કોઈપણ વૈષ્ણવને આપવામાં આવશે નહીં. આ અંગે કમીટીનો નીર્ણય આખરી રહેશે. અસામાન્ય સંજોગોમાં મંદિરના પોતાના વસ્ત્રો ધરવાના થાય તો તે પ્રમાણે અમલ કરવામાં આવશે અને જે તે દિવસ નોંધાયેલ વૈષ્ણવને બીજી તારીખ મંદિર તરફથી આપવામાં આવશે. જે અંગે કોઈ ફરિયાદ કરી શકાશે નહીં. આવો પ્રશ્ન ઉપસ્થિત થઈ મેનેજરનો રૂબરૂ સંપર્ક કરવો અને આ અંગે મેનેજરનો નિર્ણય આખરી ગણાશે.

વસ્ત્ર નોંધણી ઓનલાઈન કરાવવાની પ્રોસેસ

  • સ્ટેપ-1: તમારા Google ઇમેઇલ એકાઉન્ટથી લોગીન કરો.
  • સ્ટેપ-2: મેનુમાંથી વસ્ત્ર નોંધણી પસંદ કરો. વિગતો વાંચ્યા બાદ નીચે નોંધણી માટેનું બટન આપવામાં આવ્યું હશે. તેના પર ક્લિક કરવું.
  • સ્ટેપ-3: નિયમો અને શરતો વાંચીને રજીસ્ટ્રેશન ફોર્મ ભરો.
  • સ્ટેપ-4: વિકલ્પ પસંદ કરો સવારના વસ્ત્ર અથવા સાંજના વસ્ત્ર. વસ્ત્ર લાગો ઉપરાંત ઋતુ અનુસાર વસ્ત્રનું કાપડ તથા દરજીની સિલાય અલગથી આપવાની રહેશે
  • સ્ટેપ-5: વસ્ત્રના નિયમો અને શરતો વાંચી તેને accept (√) કર્યા બાદજ વસ્ત્ર નોંધણી માટે તારીખ સિલેક્ટ કરી શકાશે.
  • સ્ટેપ-6: તમારી ડિટેઇલ ચેક કરી, કન્ફોર્મ કરી તમારી તારીખ પસંદ કરો.
  • સ્ટેપ-7: નિયમો અને શરતો accept (√) કર્યા બાદ પેમેન્ટ કરો.
  • સ્ટેપ-8: પેમેન્ટની પ્રોસેસ પુરી કરો, જો 60 મિનિટમાં પેમેન્ટની પ્રોસેસ નહીં થયેલ હોય તો તમારી પસંદ કરેલી તારીખ ફરીથી ઓપન થઇ જશે.
  • સ્ટેપ-9: જો કોઈ કારણસર પેમેન્ટ નહીં થઇ શકે તો 60 મિનિટની અંદર My Accountમાં જઈ Pending Payment પસંદ કરી પેમેન્ટ પ્રોસેસ પુરી કરી શકાશે. દરેક વૈષ્ણવોને લાભ મળે તેના માટે એક ઇમેઇલ એકાઉન્ટથી એક જ તારીખની નોંધણી થશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement