સુણાવમાં ઈગ્લિશ મીડિયમ શાળામાં બાકી ફી ધરાવતાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાનો ઈન્કાર
આણંદ,તા. 3, પેટલાદ તાલુકાના સુણાવમાં આવેલ એ.જે.જી.પટેલ ઈગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળામાં અંદાજે ૮૫0 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેઓનો અભ્યાસ, ટ્રાન્સપોર્ટેશનના મળીને વાર્ષિક અંદાજે ૨૨,૫00 ફી છે. ૧ કેર ટર્મ અથવા આખા વર્ષની બાકી હોય તેવા અંદાજે ૨૫0 વિદ્યાર્થીઓની ૨૨ લાખ જેટલી ફી બાકી પડે છે. જે ભરી જવા માટે શાળાએ વાલીઓને અગાઉ પણ જાણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે દરેક વાલી પોતાની આર્થિક શકિતનુસાર બાળકને ખાનગી અથવા સરકારી શાળામાં ભણાવતા હોય છે. ખાનગી શાળામાં વિદ્યાર્થીઓની ફીની આવકમાંથી શિક્ષ ાકોના પગાર સહિતનો ખર્ચસંચાલકો દ્વારા કરવામાં આવતો હોય છે.
જો કે લાખોમાં ફી બાકી પડતી હોય તો તે વસૂલવા શાળા કડક વલણ દાખવે તો સ્વાભાવિક રીતે મોટાભાગના લોકો વિદ્યાર્થીઓના પક્ષ Ìઉભા રહેવાનું વલણ અપનાવતા હોય છે. બાકી ફીની રકમ ખેંચાતી જતી હોવાના કારણે સંચાલકોને શિક્ષકોનો પગાર સહિત શાળાકીય ખર્ચ બાબતે આર્થિક મુશ્કેલી પડતી હોય છે. આ પ્રકારનો મામલો આજે સુણાવની શાળામાં બનવા પામ્યો હતો.
જેમાં ૧ કે ૨ ટર્મ અથવા આખા વર્ષની ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓને શાળા સંચાલકોએ આજથી શરુ થતી પરીક્ષામાં બેસવાનો ઈન્કાર કર્યો હતો. જેવાત જાણતા વાલીઓએ શાળામાં પહોંચીને હોબાળો મચાવવા સાથે દસ-પંદર દિવસમાં ફી ભરી દઈશું કહીને બાળકોની પરીક્ષા લેવાની માંગ કરી હતી.
પરંતુ શાળા સંચાલક મંડળ ટસનું મસ ના થતા આખરે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફોનથી રજૂઆત કરીને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવાની માંગણી કરી હતી. શિક્ષણ અધિકારીએ દરમિયાનગીરી કરીને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવાની ભલામણ કરતા શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દિધી હતી તેને લઈને મામલો થાળે પડયો હતો.