આણંદ ફાયર વિભાગની બેદરકારી સામે આવી: ખાનગી એકમોની લલિયાવાળીને રહેમ નજર
છેલ્લા ત્રણ વર્ષમાં જે ઘટનાઓ બની છે તેમાં ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી પણ સામે આવી છે. ત્યારે હાલમાં જ ડીસાની જે ઘટના બની તેમાં પણ ફેક્ટરી માલિકે ત્રણ લાઇસન્સ લીધા હતા. પોલીસે નેગેટિવ રિપોર્ટ આપતા પણ આ ત્રણ લાઇસન્સ મળ્યા કઈ રીતે… તંત્રની રહેમ નજરથી. સમગ્ર ગુજરાતમાં કંઈક ઘટના બને પછી જ તંત્રની ઊંઘ ઊડે છે. મોરબી પુલ દુર્ઘટના બની ત્યારબાદ બધા બ્રિજનું ચેકિંગ હાથધરાયું,રાજકોટમાં ગેમ ઝોનની ઘટનાબાદ ફાયર સેફટી અને જેમ ઝોનની તપાસનો ધમધમાટ ચાલ્યો તો ખરો પરંતુ થોડા સમય માટે. હવે ડીસાની ઘટનાબાદ સરકારી તંત્ર દ્વારા ફરી તપાસની દેખાડા પૂરતી કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આણંદમાં બુધવારે ત્રણ પ્રોપર્ટી દેખાડા માટે સીલ કરી. પરંતુ અન્ય જગ્યાઓમાં ફાયરના સેફટીના સાધનો પણ નૉર્મસ પ્રમાણે નથી, તેની ચકાસણી કોણ કરશે.
તેવુંજ હવે કંઈક આણંદમાં પણ બનશે….એવું લાગી રહ્યું છે. કારણ કે આણંદનું ફાયર વિભાગ તો ખાલી NOC જ ચેક કરે છે. ફાયરન સાધનો કામ કરે છે કે નહીં? તેને રિફિલ કરાયા છે કે નહીં? તેનુ ચેકીંગ થયું છે કે નહીં તે ચેક નથી કરતું. કારણ કે એતો જે તે બિલ્ડિંગ, મોલ કે એકમની જવાબદારી છે અને તેમની આંતરિક ટીમ તપાસ કરતી હોય છે. આંતરિક ટીમ લાલિયાવાળી કરે તો શું ફાયર વિભાગે કોઈ કાર્યવાહી કે દંડ કરવાનો નથી હોતો ? કારણ કે આતો લોકોના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે તો પણ તંત્ર ચૂપ રહેશે.? કારણ કે તેમને તો ફક્ત એનઓસી છે કે નહીં એ જ જોવાનું છે.
એવી રોડ પર આવેલા જાણીતા રિલાયન્સ સ્માર્ટ મોલમાં ફાયર સેફ્ટીના સાધનો રિફિલિંગની ડેટ વીતી ગઈ હોવા છતાં રિફિલ કરાયા નથી. જે અંગે આણંદ ફાયર વિભાગ ફાયર ઓફિસર ધર્મેશ ગોર સાથે અર્બન ગુજરાતે વાત કરતા તેઓ દ્વારા જણાવાયું હતું કે “અમે તો એનઓસી છે કે નઈ તે જોતા હોઈએ છીએ, બાકી રીફિલિંગ અને મહિને ચેકિંગ તે લોકોની આંતરિક ટીમ ચકાસતી હોય છે, તો પણ તમે ધ્યાન દોર્યું છે આ બાબતે તો જોવડાઈ લઈશું”
આતો ફક્ત એક રિલાયન્સ સ્માર્ટ બજારની વાત થઈ પણ આણંદમાં આવા અનેક એકમો પણ આવી જ બેદરકારી રાખી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે ફાયર વિભાગ આણંદ જિલ્લામાં ચાલતા મોલમાં શું ફક્ત ફાયર એનઓસી જ ચકાસશે કે ફાયર સેફટીના સાધનોની એક્સપાઇરી ડેટ અને રીફિલિંગની તારીખ ચેક કરવાની કાર્યવાહી કરશે કે કેમ ? કે પછી લોકો જીવ ગુમાવશે ?