સુરત પોલીસનું સ્માર્ટ વર્ક: 12 કલાકમાં ગુમ બાળકી સુરક્ષિત પરત
સુરત શહેરમાં એક 8 વર્ષની બાળકી ભણવાની બાબતે ગુસ્સે થઈ ‘હું રમવા જાઉં છું’ કહી ઘરેથી નીકળી ગઈ. માતા-પિતાએ લાંબી શોધખોળ બાદ રાતે 8 વાગ્યે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોલીસે તાત્કાલિક 5 ટીમ બનાવી, 25+ CCTV ફૂટેજ ચેક કર્યા. એક ફૂટેજમાં બાળકી વિજયાનગર શાકમાર્કેટ તરફ જતી દેખાઈ. આ વિસ્તાર ભીડભાડભર્યો હોવાથી, પોલીસને મુશ્કેલી પડી.
પ્રથમવાર, સુરત પોલીસે ગુમ વ્યક્તિને શોધવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. 45 મિનિટમાં બાળકી ભીડમાં મળી આવી. પોલીસ જવાનો ત્યાં પહોંચતા જ બાળકી તેઓ તરફ દોડી ગઈ.
સલામત ઘરે પરત ફરતાં માતા-પિતા ભાવુક બની પોલીસનો આભાર માન્યો. ઉધના પોલીસની ઝડપી કાર્યવાહી અને ટેકનોલોજીનો સંયોજન આ ઘટનામાં સફળ સાબિત થયો.