Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

ખેડા જિલ્લામાં 273 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 561 ઉમેદવારી પત્ર ભરાયા: 9 જૂન છેલ્લો દિવસ

ખેડા જિલ્લામાં 273 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 561 ઉમેદવારી પત્ર ભરાયા: 9 જૂન છેલ્લો દિવસ

ખેડા જિલ્લામાં 91 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 182 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી 22 જૂને યોજાનારી આ ચૂંટણીઓ માટે અત્યાર સુધીમાં કુલ 561 ફોર્મ ભરાયા છે.

પ્રથમ બે દિવસ સુધી એક પણ ફોર્મ ભરાયું ન હતું. ત્યારબાદના ત્રણ દિવસમાં ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ફોર્મ ભર્યા છે. સરપંચ પદ માટે 225 અને સભ્ય પદ માટે 336 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

તાલુકાવાર વિગતો મુજબ, ઠાસરામાં સૌથી વધુ સરપંચ પદ માટે 47 અને સભ્ય માટે 79 ફોર્મ ભરાયા છે. માતરમાં સરપંચ માટે 48 અને સભ્ય માટે 58 ફોર્મ ભરાયા છે. ગળતેશ્વરમાં સરપંચ માટે 45 અને સભ્ય માટે 77 ફોર્મ ભરાયા છે.

Advertisement

અન્ય તાલુકાઓમાં વસોમાં સરપંચ-21, સભ્ય-18, નડિયાદમાં સરપંચ-2, સભ્ય-1, ખેડામાં સરપંચ-24, સભ્ય-36, મહેમદાવાદમાં સરપંચ-12, સભ્ય-35, મહુધામાં સરપંચ-11, સભ્ય-12, કઠલાલમાં સરપંચ-11, સભ્ય-16 અને કપડવંજમાં સરપંચ-4, સભ્ય-4 ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 9 જૂન છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement