Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

માતર : ઇકો ગાડી સાથે અકસ્માત સર્જી ઇજા પહોંચાડનાર ટ્રેકટર ચાલકને બે વર્ષની કેદ, દંડ

માતર : ઇકો ગાડી સાથે અકસ્માત સર્જી ઇજા પહોંચાડનાર ટ્રેકટર ચાલકને બે વર્ષની કેદ, દંડ

માતર તાલુકાના લીંબાસી નજીકના માર્ગથી લાંભાથી ઇન્દ્રણજ જતા પરિવારની ઇકો ગાડીને સામેથી પૂરઝડપે આવતા ટ્રેકટરે ટકકર મારીને અકસ્માત સર્જયો હતો. જેમાં ઇકોના ચાલકનો કોણીના ભાગેથી હાથ છુટો પડી જવા સહિત ઇજા પહોંચી હતી. આ કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું. કોર્ટે આરોપી ટ્રેકટર ચાલકને બે વર્ષની કેદ અને દંડ તેમજ ઇજાગ્રસ્તને રપ હજાર વળતરપેટે ચૂકવવાનો પણ હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં ગત ૧૯ ઓકટો.ર૦ર૦ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યે અજયભાઇ ઠકકર ઇકો ગાડી લઇને પન્નાબેન અને રાકેશભાઇ સાથે લાંભાથી ઇન્દ્રણજ જઇ રહ્યા હતા. દરમ્યાન લીંબાસી નજીક સામેથી એક ટ્રેકટર પૂરઝડપે આવતું જોઇને અજયભાઇએ ગાડીને રોડ પરથી નીચે ઉતારી દીધી હતી. પરંતુ ટ્રેકટર ચાલકે ટ્રોલીને ઇકો ગાડીની ડ્રાયવર સાઇડ અથડાવી અકસ્માત સર્જયો હતો. જેમાં ઇકો ગાડીનું ડ્રાઇવીંગ કરતા અજયભાઇનો કોણીના ભાગેથી હાથ છૂટો પડી ગયો હતો. અકસ્માત સર્જીને ટ્રેકટરચાલક ત્યાંથી નાસી છૂટયો હતો. ઇજાગ્રસ્ત અજયભાઇને ૧૦૮ વાન દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ તેઓએ ટ્રેકટર નં.જીજે ર૩ એ.સી. ૬ર૩ના ચાલક ખરેંટીના પ્રમોદભાઇ ઇશ્વરભાઇ દરજી સામે લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ઇપીકો કલમ ર૭૯,૩૩૭, ૩૩૮ તથા મો.વ્હી.એકટની કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગૂનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. જેમાં રિપોર્ટ તૈયાર કરીને માતર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં રજુ થયેલ પુરાવા સહિતના પાસા ધ્યાને લઇને કોર્ટે નોંધ્યું હતું કે, પુરાવાનું મૂલ્યાંકન કરતા આરોપી સામે ફરિયાદ પક્ષે જે આક્ષેપો કરેલા છે તે મુજબનો પુરાવો રેકર્ડ ઉપર લાવવામાં સફળ રહેલા છે અને આરોપી તરફે ફરિયાદપક્ષે રજૂ કરેલ પુરાવાનું સફળતાપૂર્વક ખંડન કરી પ્રોબેબલ ડીફેન્સ રેકર્ડ પર લાવી શકેલા નથી. ન્યાયાધીશ જીતેન્દ્રસિંહ અભેસિંહ રાણા (જયુડી.મેજી.ફ.ક.,માતર)એ આરોપી પ્રમોદભાઇ દરજીને ઇપીકો ર૭૯ના ગુનામાં કસૂરવાર ઠરાવી ૬ માસની કેદ અને રૂ. ૧ હજાર દંડ, ઇપીકો કલમ ૩૩૭ના ગુનામાં કસૂરવાર ઠરાવી છ માસની કેદ અને રૂ.પ૦૦ દંડ, ઇપીકો ૩૩૮ના ગુનામાં કસૂરવાર ઠરાવી બે વર્ષની કેદ અને રૂ.૧ હજાર દંડ, એમવીએકટની કલમ ૧૭૭ મુજબ કસૂર ઠરાવી રૂ. પ દંડ, એમવીએકટ ૧૮૪ હેઠળ કસૂરવાર ઠરાવી છ માસની કેદ અને રૂ.પ હજાર દંડનો હૂકમ કર્યો હતો. ઉપરાંત ક્રિ.પ્રો.કોડની કલમ ૩પ૭ હેઠળ આરોપીએ રૂ. રપ હજાર વળતરપેટે ઇજા પામનાર અજયભાઇ પ્રવિણભાઇ ઠકકરને ચૂકવી આપવા તેમજ આરોપીએ ઉપરોકત તમામ સજાઓ એકસાથે ભોગવવાનો હૂકમ કર્યો હતો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement