ખેડા જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર, અનેક વિસ્તારોમાં તારાજી
નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં સોમવારે સાંજે વંટોળ ફૂંકાયા બાદ થયેલા કમોસમી વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સૌથી વધુ વરસાદ નડિયાદ શહેરમાં નોંધાયો હતો, જ્યારે મહુધા અને ઠાસરામાં નોંધનીય વરસાદ થયો નહોતો.
ખેડા જિલ્લામાં સોમવારે થયેલા કમોસમી વરસાદમાં સૌથી વધુ 22 મીમી વરસાદ નડિયાદ શહેરમાં નોંધાયો હતો, જેને કારણે શહેરના નિશાણવાળા વિસ્તારો તેમજ ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત કપડવંજ અને વસોમાં 16 મીમી, મહેમદાવાદમાં 10, કઠલાલમાં 9 મીમ, ખેડામાં 6 જ્યારે માતરમાં 5 અને ગળતેશ્વરમાં બે મીમી વરસાદ નોંધાયો હતો. ઠાસરા અને મહુધામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.જોકે ભારે પવન ફૂંકાતા વિવિધ તાલુકાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.સોમવારે સાંજે એકાએક ત્રાટકેલા વાવાઝોડારૂપી માવઠાએ સમગ્ર જિલ્લામાં તારાજી સ્રર્જી હતી.