આણંદ: ગોળ બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, બચાવ માટે ફાયરબ્રિગેડ દોડી આવ્યું
આણંદ જિલ્લાના સારસા ગામમાં આવેલી સતકૈવલ જેગરી (ગોળ બનાવતી ફેક્ટરી)માં આજે અચાનક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તાત્કાલિક આણંદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. ટીમમાં સબ ઓફિસર વિશાલસિંહ ડોડ, ડ્રાઇવર અવિનાશ પરમાર અને ફાયર ફાઈટર્સ અશોક સિંહ, મુકેશ પરમાર, નરેશ ચરપોટ અને ક્રિષ્ના રાજ સહિત 4 ટ્રેની ફાયરમેન સામેલ હતા.
ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.