Follow

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use

આણંદ જિલ્લામાં પાસપોર્ટ અરજીમાં ર૦ ટકાનો નોંધાયો વધારો

આણંદ જિલ્લામાં પાસપોર્ટ અરજીમાં ર૦ ટકાનો નોંધાયો વધારો

અભ્યાસ, નોકરી, ફરવા કે સ્વજનની માંદગી સહિતના કારણોસર વિશ્વના વિવિધ દેશોમાં જનારાઓની સંખ્યામાં આણંદ જિલ્લામાંથી વધારો જોવા મળી રહ્યો છે. સાથોસાથ પાસપોર્ટ કઢાવવા માટેની સંખ્યામાં પણ ઉછાળો નોંધાયો છે.આણંદ શહેરમાં મુખ્ય પોસ્ટ ઓફિસમાં ર૦૧૭માં કાર્યરત થયેલ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (પાસપોર્ટ ઓફિસ)માં હાલ માસિક ૧૮૦૦ જેટલી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ નોંધાય છે. જે પૈકીની આશરે ૪૦૦થી વધુ જરુરી પુરાવા સહિતના કાગળોની પૂર્તતા ન હોવા સહિતની ક્ષતિના કારણે અથવા એપોઇન્મેન્ટ લેનાર વ્યકિત જ હાજર ન રહેતા હોવાથી રીજેકટ થાય છે.આણંદ પાસપોર્ટ ઓફિસમાં નવો પાસપોર્ટ, રીન્યુઅલ અને પીસીસીની કામગીરી કરવામાં આવી રહી છે. જયારે કોમ્પલેક્ષ કેસ માટે વડોદરા કે અમદાવાદ પાસપોર્ટ ઓફિસ દ્વારા નિકાલ કરવામાં આવે છે. આ કેસોમાં પાસપોર્ટ ઇસ્યુ થયા બાદ ડેટ ઓફ બર્થ, સરનામું કે માતાપિતાના નામ-અટકમાં સુધારો,વિદેશથી ડીપોર્ટ કરાયેલ-ઇસી પાસપોર્ટધારકના ઇમરજન્સી સર્ટી,સીંગલ પેરેન્ટ સહિતનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે નવા કે રીન્યુઅલ પાસપોર્ટ માટે પાસપોર્ટ વિભાગની નિયત વેબસાઇટ પરથી ઓનલાઇન એપોઇન્મેટન્ટ લેવાની હોય છે. જેમાં પુખ્ત વયની વ્યકિતના નવા કે રીન્યુઅલ પાસપોર્ટ માટે રૂ.૧પ૦૦ અને સગીર માટે રૂ.૧ હજાર ફી ઓનલાઇન ભરવાની હોય છે. ત્યારબાદ અરજદારને ઓનલાઇન મળતી રીસીપ્ટમાં પાસપોર્ટ કચેરીએ હાજર રહેવા માટેની તારીખ અને સમય દર્શાવવામાં આવેલા હોય છે. જે મુજબ કચેરીએ પહોંચીને પાસપોર્ટ માટેની પ્રકિયા પૂર્ણ કરવાની રહે છે. અગાઉના વર્ષોની સરખામણીએ છેલ્લા બે વર્ષથી નવા પાસપોર્ટ કઢાવવા માટેના અરજદારોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અગાઉના વર્ષોમાં ૧૦થી ૧૧ હજાર વાર્ષિક પાસપોર્ટ નીકળતા હોવાની તુલનામાં વર્ષ ર૦ર૩-ર૪માં ૧ર૧૦૩ અને વર્ષ ર૦ર૪-રપમાં ૧૪૮૩૩ પાસપોર્ટ માટેના અરજદારો નોંધાયા હતા. વધુમાં પરિવારના તમામ સભ્યોનો પાસપોર્ટ હોવો જોઇએનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક સમયથી વધ્યો છે. જેના કારણે પાસપોર્ટ માટેના અરજીકર્તાઓમાં ભૂલકાંઓ, સગીર, યુવા, વયસ્કો, આધેડ અને વૃદ્વો પણ જોવા મળે છે.

આણંદ પાસપોર્ટ કચેરીના સીનીયર સીટીઝન એકિઝકયુટીવ કાન્તિભાઇ પરમારે જણાવ્યું હતું કે, હવે નવા પાસપોર્ટમાં પરિણિત અરજદાર માટે જરુરી પુરાવા સાથે મેરેજ સર્ટિફીકેટ જરુરી કરાયું છે. જેમાં પતિ-પત્નીનો જોઇન્ટ ફોટો પણ જરુરી છે. જો મેરેજ સર્ટી. ન હોય તો અરજદારે પાસપોર્ટ વિભાગની અધિકૃત વેબસાઇટ પરથી ફોર્મ એનેક્ષર ત્નઙહ્મ ડાઉનલોડ કરીને, તેમાં જરુરી વિગતો ભરીને રજૂ કરવાનું રહે છે. વધુમાં જણાવ્યું હતું કે, જૂનો પાસપોર્ટ રીન્યુ કરાવવા સમયે પણ પત્નીનો ફોટો જરૂરી હોવાનો નિયમ થોડા સમયથી અમલી બન્યો છે. જયારે કચેરીના વેરીફિકેશન ઓફિસર રોહિત શર્માએ જણાવ્યુ ંહતું કે, કાફે કે ઝેરોક્ષ સેન્ટર પરથી બનાવેલ આધારકાર્ડ પાસપોર્ટની પ્રકિયામાં નામંજૂર કરાય છે. આથી અરજદારે આધાર ઓથોરીટી દ્વારા અપાયેલ અથવા ઓનલાઇન વેરીફાઇડ ઓરીજીનલ આધારકાર્ડ લઇને જ આવવું જોઇએ.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Advertisement