બોરસદ આંકલાવ ના મામલતદાર ચીફ ઓફિસર અને પોલીસ ને લાયસન્સ વગરના વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરવા ના આદેશ
બોરસદ શહેરમાં મોટા પ્રમાણ દારૂખાનું બનાવતાં બે એકમો પાસે 3 વર્ષનું લાયસન્સ ધરાવે છે. જેમાં કોઠી બનાવતાં વેપારી પાસે 15 કિલો અને સુતરી બોમ્બ તૈયાર કરતાં વેપારી પાસે 200 કિલો દારૂગોળા જેનાથી ભડાકા થાય તે તે ધરાવે છે.જ્યારે 40 વેપારીઓ દારૂખાનું વેચાણનો લાયસન્સ ધરાવે છે.આ તમામને ફાયર વિભાગે જે તે સમયે ચેકીંગ કરીને ફાયર સેફટીના સાધનો હોવાથી લાયસન્સ આપેલ છે. આ તમામ વેપારીઓ વર્ષોથી ધંધો કરતાં હોવાથી લાયસન્સ ધરાવે છે. પરંતુ આસપાસના ગામો દારૂખાનાનો ધંધો કરતાં વેપારીઓ લાયસન્સ કે ફાયર સેફટી સાધનો વિના ધંધો કરે છે. પરંતુ તેઓને પાસે મર્યાદિત સ્ટોક હોય છે.છુટક ધંધો કરતાં વેપારી માત્ર દિવાળી પર હંગામી લાયસન્સ લે છે.
બોરસદમાં સુતળી બોમ્બ અને કોઠીનું ઉત્પાદન લાયસન્સ ધરાવતા વેપારી દ્વારા કરવામાં આવે છે. બોરસદમાં આઝાદ ફટાકડા ટાઉનહોલ પાછળ લાયસન્સ 15 કિલો નું છે જેઓ દ્વારા કોઠી બનાવવામાં આવે છે માટીની કુલરમાં કોલસો સલ્ફેટ સૂરોખાર દ્વારા કોઠી બનાવવામાં આવે છે જ્યારે સિંગલાવ રોડ પર આવેલ ગણેશ ફાયર લાયસન્સ 200 કિલો નું છે. જેઓ સુતરી બોમ્બ અને કોઠી બનાવે છે જેમાં સુરો ખા ગંધર બ્લેક પાવડર કોલસો સલ્ફર નો ઉપયોગ કરવામાં આવે છે બંને વેપારીઓને ત્યાં હાલ સંપૂર્ણ કામકાજ બંધ છે ચોમાસાની સીઝન પત્યા બાદ દિવાળી માટેનો માલ સ્ટોક બનાવવાનું ચાલુ કરવામાં આવે છે જે ઓર્ડર મુજબ બનાવી વેચાણ કરવામાં આવતું હોય છે.
બોરસદ પ્રાંત અધિકારી દ્વારા બોરસદ આંકલાવ ના મામલતદાર ચીફ ઓફિસર અને પોલીસ ને લાયસન્સ વગરના વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરવા ના આદેશ કરવામાં આવેલ છે જ્યારે આદેશ મળતા જ તમામ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કચેરીમાં અલગ અલગ ટીમ બનાવીને તપાસણી હાથ ધરવામાં આવેલ છેમામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ, બોરસદ અને આંકલાવ ચીફ ઓફિસર, બોરસદ અને આંકલાવ પોલીસ ઈન્સપેક્ટર બોરસદ શહેર બોરસદ ગ્રામ્ય ભાદરણ,વિરસદ, આંકલાવ તપાસ કરવા જણાવ્યું છે.લાયસન્સ વગર ધંધો કરતાં વેપારીઓની દુકાનો સીલ કરીને રીપોર્ટ મોકલી આપવા જણાવ્યું છે